August 8, 2026
ગુજરાત

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ad

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશેે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને  શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છેે.

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

Related posts

હવે પોલીસ જો તમે હેલ્મેટ વગર પકડાશો તો દંડ કરવાને બદલે તમને ગુલાબ આપશે.

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસ મામલે સીએમ કેજરીવાલ સુપ્રીમકોર્ટમાં જાય તેવી શક્યતા, જાણો શું છે મામલો

Ahmedabad Samay

 રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો