September 21, 2026
ગુજરાતરાજકારણ

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

અમદાવાદના વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નગરજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજન રૂપે તૈયાર થયેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવો ભાવ પ્રદિપસિંહે વ્યક્ત કર્યો હતો.

30 બેડની સુવિધાઓથી સજ્જ નવિન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર રહીશો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમોવડું સાબિત થશે તેમ જણાવી પ્રદિપસિંહ જાડેજાએ આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક, બાળરોગ સહિતના વિવિધ મેડીકલ વિભાગો તેમજ રેડીયોલોજી, લેબ ટેકનીશીયન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતુ

 

આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 કરોડના ખર્ચે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના પ્રવર્તમાન 30 બેડની ક્ષમતા વધારીને 100 સુધી કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરતા પ્રદિપસિંહે કહ્યું કે, 100 બેડની કેપિસીટી ધરાવતી અમદાવાદ પૂર્વ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાબિત થશે. જેનો લાભ અમદાવાદ પૂર્વ વિસ્તારના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરીવારોને મહત્તમ થશે.

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં હાલની સ્થિતિએ ઉપલ્બધ તમામ 30 બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે ટૂંક સમયમાં જોડવામાં આવશે.હોસ્પિટલ કેમ્પસમાં એક મીની ઓક્સિજન ટેંક પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.આજે શુભારંભ થયેલ નવીન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં આગામી સમયમાં જરૂરિયાત પ્રમાણે તમામ આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે અને તમામ જરૂરીયાત સત્વરે પૂર્ણ થાય તે દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

RRR2 ફિલ્મનું ટૂંક સમયમાં થશે શૂટિંગ શરૂ

Ahmedabad Samay

૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો