August 8, 2026
ગુજરાત

રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે:(પોલીસ કમિશ્નર) સંજય શ્રીવાસ્તવ

New up 01

ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. ત્યારે રથયાત્રાના પોલીસ બંદોબસ્ત સહિત સમગ્ર શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી.

જેમાં તેમણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ અને કોરોના ગાઇડલાઇન સહિતની તમામ વિગતો આપી હતી. રથની નજીક કોઇને જવા નહી દેવાય, સમગ્ર રૂટ પર કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાવાશે. પોળો અને નાની ગલીઓમાં બેરિકેડિંગ કરાશે.

પોલીસ કમિશ્નરના અનુસાર, હાલમાં નાઇટ કર્ફ્યૂ ચાલુ છે. બપોરે 14 જુલાઇ સુધી યથાવત્ત રહેશે. 12 વાગ્યા સુધીની પરમિશન અપાશે. 20 ખલાસીઓ સાથે ત્રણ રથ હશે.

સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે. 8 પોલીસ સ્ટેશનમાં રથયાત્રાના દિવસે કર્ફ્યૂ રહેશે. કોઇ રોડ પર ન નિકળે તે માટે સમગ્ર રૂટ પર બેરિકેડિંગ કરાશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

20-20 ખલાસીઓ એક જ રથમાં હશે. જેટલા પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ રહેશે. લોકોને તેમણે અપીલ કરી છે કે, ટીવી અને અન્ય માધ્યમ દાવારા કર્ફ્યૂનું પાલન કરાવાશે. લોકોને બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી હતી. રથયાત્રા પુર્ણ થયે તત્કાલ કર્ફ્યૂ ઉઠાવી લેવાશે. સ્થાનિક લોકોને પણ સપોર્ટ કરવા માટે અપીલ કરવામાં આવે છે. ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં કર્ફ્યૂની અમલવારી કરાશે.”

Related posts

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. વોક વે પાણીમાં ગરકાવ થયો

Ahmedabad Samay

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો