September 27, 2026
અપરાધગુજરાત

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનના શંકાસ્પદ મોતના બનાવ બન્યો હતો.

ન્યાય મેળવવા માટે પરીવાર જનો દ્વારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત, જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશ ભાઇ ગામીત સહિતના આગેવાનો વઘઇના મૃતક યુવાનના પરિવાર સાથે જિલ્લા પોલિસ વડાને રજુઆત કરી જવાબદાર પી.આઈ સહિતનાઓ સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

ત્યાર બાદ પોલિસ મૃતકનાભાઈ નિતેશ સુરેશભાઈ જાધવની ફરિયાદ અનુસાર પી.આઈ.અજીતસિંહ વાળા કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા,રામજીભાઈ ,રવિન્દ્ર રાઠોડ,કોંકડી પી.એસ.આઈ.ના તાબા હેઠળના કર્મચારી,પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા અન્ય અગમ્ય અજાણ્યા વ્યક્તિઓને પકડી 7 દિવસ બાદ આખરે પોલિસે પી.આઈ. અજીતસિંહ વાળાં, 3 કોન્સ્ટેબલ સહિત 6 થી વધુ સામે હત્યા , અપહરણ, ગુનાહીત કાવતરું તથા અટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે

તપાસ  કરતા ચોંકાવનારા કિસ્સા સામે આવયા હતા કે તપાસ કર્યા વિના વધઇના જવાબદાર વ્યક્તિઓનો કે રેવન્યુ અધિકારીનો સંપર્ક કર્યા વિના મૃતક રવિભાઈની 18 જુલાઈના રોજ મજૂરી પર જતાં જતાં ત્યારે રસ્તામાં રોકી ગેરકાયદેસર અટકાયત કરી બળજબરીથી પૂર્વક કબૂલાત કરાવવા અપહરણ કરી જિંદગીને ભયમાં મૂકીને મૃત્યુ નીપજે ત્યાં સુધી મારમારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ભૂખ્યાં અને તરસ્યા રાખી તેમની જિંદગીનો અંત આણવા સડયંત્ર રચી મોત નીપજાવેલ, ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પંખા સાથે લટકાવીલ દીધેલ હોવાનું પણ જણાવાયું છે

મૃતક યુવાનોના પરિવાર જનો 20 જુલાઈના રોજ પોલિસ મથકે આવી પૂછપરછ કરવા જતા ” તું મારી સામે જબાન લડાવે છે હું પોલિસ અધિકારી વાળા સાહેબ છે” એમ કહી તેઓને બહાર કાઢી મુકવા જણાવેલ મરનાર રવિએ મરતા મરતા તેનાભાઈ અને બહેનને ઈશારાથી પોતાનું ભૂખ્યું પેટ બતાવી કહ્યું હતું કે ” આ વાળા સાહેબ ,શક્તિ સિંહ અને રવિન્દ્ર પોલિસે ખૂબ મારમારેલ ” તે સમયે ત્યાં હાજર પોલિસ કર્મચારીઓએ તેમને ત્યાંથી કાઢી મુક્યા હતા

New up 01

Related posts

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

Ahmedabad Samay

જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

Ahmedabad Samay

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

Ahmedabad Samay

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગીરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અનેક વિસ્ફોટકજનક વિગતો

Ahmedabad Samay

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો