October 13, 2026
ગુજરાત

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

અમદાવાદના ઘોડાસરની મોનાપાર્ક સોસાયટીમાં રહેતા તેજસ ચંદ્રકાંતભાઈ વાઘેલાની સાથે છ મહિના પહેલા યોગિતાના લગ્ન થયાં હતાં. તેજસ એરપોર્ટ પર ખાનગી એરલાઈન્સમાં નોકરી કરે છે.

પોલીસ ફરિયાદ અનુસાર યોગિતાને લગ્નના થોડા સમય સુધી સારી રીતે રાખી હતી. ત્યાર બાદ તેના પતિ અને સાસુ સસરા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેને લઈને કંટાળેલી યોગિતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતા તેના પિયરપક્ષના લોકો દોડી આવ્યા હતા.

યોગિતાને એલ.જી. હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેના પરિવારજનોએ હોબાળો મચાવી તેમની દિકરી પતિ અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાનો આક્ષેપ કરી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માગણી કરી હતી. અંતે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મરનારની માતા કોકિલાબેન પરમારે યોગિતાના પતિ તેજસ તેના પિતા ચંદ્રકાંતભાઈ વાધેલા અને માતા ચંદ્રિકાબેને વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મતદારોએ મતદાન મથકે પોતાની ઓળખ સાબિત કરવા માટે ૧૨ દસ્તાવેજો બતાવીને પણ મત આપી શકશે

Ahmedabad Samay

સુરત: વધુ એક લેડી ડોન પોલીસના સકંજામાં, ગાડીના કાચ તોડ્યા, દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ

Ahmedabad Samay

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો