August 8, 2026
ગુજરાતરાજકારણ

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

ભગતસિંહની જયંતીના પ્રસંગે સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. આ પહેલા રાહુલ ગાંધી સાથે બન્ને નેતા દિલ્હીના આઇટીઓ સ્થિત શહીદી પાર્ક પહોચ્યા હતા. અહી ત્રણેય નેતાઓએ ભગત સિંહની પ્રતિમા પર માળા અર્પણ કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસમાં કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીની ભૂમિકા શું હશે તેને લઇને તસવીર સ્પષ્ટ નથી. જોકે, કહેવામાં આવી રહ્યુ છે કે બન્ને યુવા નેતા દેશભરમાં યુવાઓને કોંગ્રેસ સાથે જોડવા અને મોદી સરકાર વિરૂદ્ધ આંદોલનની મુહિમ ચલાવી શકે છે. એવી પણ ચર્ચા છે કે બિહારમાં કન્હૈયા કુમાર અને ગુજરાતમાં જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ મોટુ પદ પણ આપી શકે છે. આ રણનીતિ હેઠળ આવનારા દિવસોમાં કેટલાક યુવા નેતા કોંગ્રેસમાં સામેલ થશે.

Related posts

કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી

Ahmedabad Samay

રાહતભર્યા સમાચાર, ઓક્સિજનની જરૂર ઓછી પડશે, કોરોનાની નવી દવાને મનજુરી

Ahmedabad Samay

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

ગૃહ વિભાગ દ્વારા ૧૦૫ જેટલા IPS/SPS અધિકારીઓની બદલી અને પ્રમોશનનો આદેશ જારી કરવામાં આવ્યો

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો