October 13, 2026
ગુજરાત

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થનાર છે. તે અંતર્ગત તમામ ગામો અને શહેરોમાંથી નકામુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવશે. બીજા દિવસે ગાંધી જયંતીએ સવારે ૧૦ થી તમામ ગામોમાં ગ્રામસભા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ગ્રમસભામાં જલજીવન મિશન અંતર્ગત માહિતી અપાશે.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જલજીવન મિશન, સ્વચ્છતા અભિયાન, કોરોના રસીકરણ, ૧પ મી નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો, ઘર-ઘર સુધી નળ જોડાણ, વગેરેની બાબતો આવરી લેવામાં આવશે. વડાપ્રધાન પાલનપુર તાલુકાના પીપલી ગામ અને વલસાડના પારડી તાલુકાના કોલક ગ્રામ પંચાયતની સભામાં ત્યાંના સરપંચ સાથે ઓનલાઇન સંવાદ કરશે.

સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૧ થી ૩૧ ઓકટોર દરેક ગામમાં સફાઇ માટે અભિયાન હાથધરવામાં આવશે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગથી લોકોને બચાવવાના પગલા લેવામાં આવશે. પ્લાસ્ટિક ધન કચરો એકત્ર કરવામાં આવશે. રસી લેવામાં બાકી હોય તેને રસી લઇ લેવા ગ્રામસભા દ્વારા અનુરોધ કરાશે.

Related posts

અખિલ ભારતીય મહાસભા ટ્રસ્ટની પ્રથમ બેઠનું આયોજન કરાયું

Ahmedabad Samay

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના – ગુજરાત પ્રદેશના નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરાઇ

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

Ahmedabad Samay

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો