અમદાવાદમાં મેઘાણીનગરમાં આવેલા શાયોના પ્લાઝા કોમ્પલેક્ષ મીના બજાર જેમાં એક મોટી ઘટના થતા રહી ગઈ શાયોના પ્લાઝા કોમ્પલેક્ષ ની અંદર અંદાજિત ચારથી પાંચ મોબાઇલ ટાવરો લાગેલા છે એની અંદર થી એક ટાવર નું મશીન નીચેની દુકાનો પાસે પડતા એક વ્યક્તિનું બચાવ થયો છે,
આમ આદમી પાર્ટીના અસારવા વોર્ડના પ્રમુખ કિરણભાઈ પટણીની આમ આદમી પાર્ટી અસારવા બોર્ડની ઓફિસ આગળ મશીન તૂટીને પડ્યું હતુ, મશીન કિરણભાઈ પટણી ઉપર પડવાનું હતું પરંતુ કિરણભાઈ પટણી ની સતર્કતાને કારણે એમનું બચાવ થયું અને મોટી જાનહાની તળી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મા અવારનવાર રજૂઆત કરતા મોબાઈલના ટાવરો માટે આ લોકો કોઇપણ જાતના કાયદેસર પગલાં નથી લેતા, ઘણા દિવસથી આ લોકો મોબાઇલ ટાવરોની સર્વિસ અને રીપેરીંગ નથી કરાઇ, જો આ મશીન નીચે પસાર થતા વ્યક્તિનો ઉપર પડત તો મોટી જાનહાની થઇ શકે , મોબાઇલ ટાવરને સર્વિસની જરૂર છે જો મોબાઇલ કંપની અને કોર્પોરેશન આવીજ રીતે ઉંઘમાં રહેશે તો મોટું નુકસાન થઇ શકે છે.