રાજય સરકારે ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન શુક્રવાર સુધી લંબાવ્યું છે અને વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શકયતા છે.
પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં કોવિડ-૧૯ના બીજી લહેરની એન્ટ્રી બાદ કેટલાક દિવસથી કોવિડના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.
‘રાજય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા આ શકય બન્યું હતું. જેમાં તમામ બિન-જરૂરી સેવા બંધ રાખવામાં આવી છે અને ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ દ્યટાડો થયો છે. જેના પરિણામરુપે કોરોનાના કેસ ઘટયા છે.
પદાધિકારીઓએ ચેતવણી આપી કે, ભૂતકાળના અનુભવ મુજબ, આગામી થોડાક દિવસોમાં આંશિક લોકડાઉનમાં રાહત આપવી અથવા હટાવી લેવું તે ભૂલ ગણાશે. ‘જો આમ કરવામાં આવશે તો જે કેસ ઓછા થયા છે તે ફરી વધી જશે. આ સિવાય લોકોના જીવન ગુમાવ્યા સિવાય તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થશે.