January 23, 2025
ગુજરાત

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને ૧૪૪થી વધુ આયલેન્ડસ-બેટ ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ-ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકે બેટ દ્વારિકામાં ૧પ, શિયાળ બેટમાં ર૦ અને પિરોટન ટાપુના ૧ર મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રી ઉપરાંત આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ અને વિશ્વના આ ક્ષેત્રના તજજ્ઞોની સેવાઓ જોડવાના અગાઉની બેઠકમાં કરેલા સૂચન સંદર્ભે હાથ ધરાયેલી કાર્યવાહીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.

બેટ દ્વારિકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિનબેટ દ્વારિકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ, લેઇક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન વ્યૂઇંગ સહિતના પ્રવાસન સુસંગત પ્રોજેકટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે રૂ. ર૮.૯પ કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે.

Related posts

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત જનભાગીદારી થકી સમગ્ર જિલ્લામાં 35,175 વૃક્ષો ઉછેરાશે

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

Ahmedabad Samay

પતિએ ” તારે મરવું હોયતો મરિજા” કહેતા પત્ની એ સાબરમતી નદીમાં જીવ ટૂંકાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો