“સત્યમેવ જયતે” સત્યની હમેશા જીત થાય છે અને બુરાઈની હાર થાય છે, ન્યાય તંત્ર પર વિશ્વાસ રાખવા વાળા સાથે કદી અન્યાય નથી થતો, આવી ન્યાયને લગતી તમામ કહેવતો વકીલ સાહેબ શ્રી એસ.જી.ઓઢવેલ દ્વારા સાચી સાબિત કરી બતાવી છે.
બનાવ બાબતે એવી હકીકત છે કે વર્ષ -2013 માં આ કામ નાં આરોપી ગોવિંદ ગફાજી ચૌહાણ નાં બાઇક દ્રારા એક અકસ્માતમા વૃદ્ધા નું મૃત્યુ થયેલ જેમાં ઓઢવ પોલીસ દ્રારા ગુનો દાખલ કરી ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.
આ કેસ માં સરકારી વકીલ દ્રારા ફુલ 22 સાક્ષી અને 8 દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલા હતા, આવા કેસમાં કોઇ વકીલ જલ્દી હાથ નથી નાખતું તેવામાં આરોપી તરફે વકીલ શ્રી એસ.જી. ઓઢવેલ દ્રારા કેસ હાથમા લઇ લાંબી લડત લડતા તમામ સાક્ષીઓ ની ઉલટ્ટાપાસ કરી અને કેસ ચલાવેલ આખી ટ્રાયલ પુરી થઈ જતા નામદાર ચીફ કોર્ટ અમદાવાદ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવયો છે.
આમ કાયદાની લાંબી લડત માં આરોપીને 9 વર્ષ પછી ન્યાય મળ્યો અને નિર્દોષ છૂટકારો થયો. આ સમયે આરોપીએ અને તેમના પરિવારજનો એ વકીલ શ્રી એસ.જી. ઓઢવેલ નો ખુબ ખુબ આભાર માનયો હતો, પરિવાર જનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો .