ગત રોજ આખા ભારત અને વિશ્વમાં રતન ટાટાના દેહાંતને લઇ શોકની લાગણી છવાઇ ગઇ હતી, ઘણા રાજ્યોમાં રાજ્ય શોક પણ જાહેર કરી હતું, તો અનેક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી,
રતન ટાટાના દુઃખદ સમાચાર સાંભળતાજ લોકોમાં શોકની લાગણી પ્રસરી હતી તેવામાં ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે જેમાં કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટ ખાતે આ વાતની જાણ થતાં ફ્લેટના રહીશો દ્વારા રતન ટાટાની યાદમાં બે મિનિટનો મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમને યાદ કર્યા હતા.