એક અહેવાલ પ્રમાણે
અમરેલીમાં ૧૫ મોત (જેમાં મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૧૩ મોત થયા) થયા છે.
ભાવનગરમાં ૮ મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૩, છત પડવાથી ૧ મોત થયા)
ગીર સોમનાથમાં ૮ મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૧, દીવાલ પડવાથી ૪, છત પડવાથી ૧ મોત થયા)
અમદાવાદમાં ૫ મોત ( જેમાં વીજ કરંટથી ૨, દીવાલ પડવાથી ૨ અને છત પડવાથી૧ નુ મોત)
ખેડામાં ૨ ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ)
આણંદમાં ૧ મૃત્યુ, વીજ કરંટથી વડોદરામાં ૧ મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી)
સુરતમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી;
વલસાડમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી
રાજકોટમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી;
નવસારીમાં ૧ મૃત્યુ છત પડવાથી.
પંચમહાલમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી થયેલ છે.
રાજ્યમાં સવારે ૬ થી ૮ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે સવારે ૬ થી ૮ મા ૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની અસર ઓછી થતા હવે વરસાદ પણ સાવ ઘટ્યો છે અને સવારથી ઠેર ઠેર તડકો નીકળ્યો છે.