July 14, 2026
ગુજરાત

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની ઉજવણી માટે હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે રવિવારે જળયાત્રાની ઉજવણી કરાશે. આથી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 8થી 10 વાગ્યા સુધી સાબરમતી નદી કિનારે પૂજા કરવામાં આવશે.

ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન

જળયાત્રા માટે 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. આ કળશથી ભગવાનનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ ષોડશોપચાર પૂજા વિધી કરાશે. માહિતી મુજબ, આવતીકાલે યોજાનારી જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, મેયર કિરીટ પરમાર સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપના નેતાઓ હાજર રહેશે. ભગવાનના મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું 

આ શોભાયાત્રામાં 15 હાથી સામેલ થશે અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે. માહિતી મુજબ, આ વર્ષે કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. આ થીમ પર શોભાયાત્રા માટે ડ્રેસકોડ રહેશે, જેના માટે 4 હજાર સાડી અને 2 હજાર ડ્રેસ તૈયાર કરાયા છે. ઉપરાંત, 700 ઝભ્ભા અને 700 સાડી સાથે કનૈયા અને માતા જશોદા તૈયાર થશે. 72 વર્ષ બાદ આ વખતે ભગવાન નવા રથમાં નગરચર્ચાએ નીકળશે.  નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે.

Related posts

ગુજરાતમાં ૫૫.૨૩% જ મતદાન થયું

Ahmedabad Samay

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

Ahmedabad Samay

PI પરિક્ષા નું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો