June 10, 2026
અપરાધગુજરાતતાજા સમાચાર

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

અમરનગર ગલી નંબર ૫ પાસે મંગલમ સ્કુલ સામે રિતેશ શાહ  તથા તેનો મિત્ર વિશાલ ગુપ્તા, વિશાલ પાંડે અને અનિકેત દિવાકર તેમના વિસ્તારમા ગરબા જોવા ઉભા હતા તે વખતે મહેન્દ્રકુમાર ઉર્ફે માઇલ તુસીરામ શર્માં તેનો મિત્ર અચલકુમાર ઉર્ફે સૌરભ લાલારામ શર્મા અને મિન્ગે સૌનેલાલ શર્માએ ભેગા મળી રિતેશ પાસે આવ્યા અને મહેન્દ્ર ઉર્ફે માઇક્લ એ રિતેશને કીધું કે તારી પત્નીની દુકાન ઉપર લગાવેલ પ્લાસ્ટીકનું પોસ્ટર કેમ ફાડેછે તેમ કહી  ગંદી ગાળો બોલી બોલચાલી ઝઘડો તકાર કરી ગડદાપાટુ મારવા લાગ્યો,

લુખ્ખા તત્વોએ ખંજર જેવા તિક્ષ્ણ હથિયાર વડે રિતેશને મારી  ઇજા પહોંચાડી હતી મિત્રને બચાવવા  વિશાલ ગુપ્તા વચ્ચે પડતા જમણા પગની જાંઘ ઉપર અને ડાબા પગની ઉપર ખંજરના એક એક ઘા મારી દઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી,

મારામારીના બનતા લોકોના ટોળા ભેગા થતા ત્રણે આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા, વિશાલને એક્ટિવા પર બેસાડી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યુ હતુ, જ્યાં હોસ્પિટલ પહોંચતા ડોકટર દ્વારા વિશાલ મૃત્યુ પામેલ છે જાણ કરવામાં આવી હતી.

પોસ્ટર ફાડવાની સામન્ય બાબતને લઇ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યું હતું, સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે આવી હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ સાયબર ક્રાઈમ રોકવામાટે ડિવાઇસ બનાવ્યું

Ahmedabad Samay

વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

Ahmedabad Samay

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો