August 9, 2026
ગુજરાત

નવરાત્રીના ગરબા ઉપર પણ GSTની કુદ્રષ્ટિ પડી, ગરબાના પાસ ઉપર ૧૮ % GST લાગુ

નવરાત્રિમાં ગરબાનાં સિઝન પાસ પર 18 % GST લાદવામાં આવ્યો છે. જેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી છે.  આ મામલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને આવી છે. અને કોંગ્રેસનાં કાર્યકરોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વડોદરા કચેરી જઈ પટાંગણમાં સરકારી નીતિનો ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા ગરબા પર 18 ટકા જીએસટીની જાહેરાત કરી છે. જેને લઈને ખેલૈયાઓમાં નારાજગી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં દેશમાં સૌથી મોટું નવરાત્રીના પર્વ દરમિયાન ગરબાઓનું આયોજન કરવામાં આવે છે. ખેલૈયાનું કહેવું છે કે આ ચુનાવી સ્ટંટ છે. તો વળી અન્યનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય તઘલખી છે. હિંદુઓના ધાર્મિક તહેવારો પર ટેક્સ સાખી નહીં લેવાની વાત કરવામાં આવી હતી.

આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે. જેના લીધી ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે ડેઇલી પાસમાં GST ચુકવવો નહીં પડે. જોકે સિઝન પાસ પર 18 ટકા જીએસટી આપવું પડશે. વડોદરાના યુનાઇટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકોએ GST લાગૂ કરી દીધું છે. જોકે ડેઇલી પાસ લઈને આવનાર પર GST લાગૂ નહીં પડે. સિઝન પાસ પર 18 ટકા જીએસટી લગાવાતા વડોદરાના જ 1 લાખથી વધુ ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ GST પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજારથી વધુ ખેલૈયાઓએ પણ એક કરોડથી વધુ જીએસટી ભરવો પડશે.

Related posts

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

આજથી ૫૦ વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રૂપને સોંપાયું

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે” ની ઉજવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો