August 9, 2026
ગુજરાતજીવનશૈલીતાજા સમાચાર

વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી. સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે : ડો. અપરા કોઠિયાલા (ન્યુરોલોજીસ્ટ – જીસીએસ હોસ્પિટલ)

ડૉ.અપરા કોઠિયાલા
ડૉ.અપરા કોઠિયાલા

વિશ્વ સ્ટ્રોક દિવસ પર વિશેષ માહિતી આપતા ડૉ.અપરા કોઠિયાલા એ જણાવ્યું હતું કે સ્ટ્રોકની સમયસર સારવાર લકવો કે અપંગતાથી બચાવી શકે છે

સ્ટ્રોક જેને આપણે લકવો કે પેરાલિસિસ કહીએ છીએ. દુનિયામાં મૃત્યુ પામવાના મુખ કારણોમાં લકવો પાંચમા નંબરે અને ખોડખાંપણ રહી જવામાં મુખ્ય કારણ છે. આજની વ્યસ્ત અને તણાવગ્રસ્ત જીવનશૈલીના કારણે લકવાના કેસ દિન-પ્રતિદિન વધતા જાય છે. આ કારણોસર કોઈપણ વયની વ્યક્તિ લકવાગ્રસ્ત થઇ શકે છે.

લકવાને સરળ ભાષામાં સમજાવીએ તો શરીરમાં અંગ ખોટા પડી જવા. તેની સાથે વ્યક્તિને બોલવામાં, સમજવામાં તેમજ જોવામાં પણ અસર થઇ શકે છે. કેટલીક વાર લકવાની અસર પ્રાથમિક પણે ક્ષણિક જ હોય છે અને 24 કલાક સુધીમાં પક્ષઘાતની અસર સંપૂર્ણપણે નાબૂદ થઇ જાય છે.જયારે અમુક દર્દીઓમાં પક્ષાઘાતની અસર જીવલેણ પણ સાબિત થઇ શકે છે. લકવાના લક્ષણો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 ઓક્ટોબર ના રોજ વિશ્વ સ્ટ્રોક દિવસ ઉજવવામાં આવે છે. જેમાં આ વખતની થીમ “ધ પાવર ઓફ સેવિંગ #પ્રિસિયસટાઈમ” છે.

લકવાની તુરંત સારવાર કેમ જરૂરી છે?

જયારે લકવાના લક્ષણો દેખાય ત્યારે જેટલું જલ્દી બને એટલું હોસ્પિટલ પહોંચી જવું. કેમ કે આ ચિહ્નોની સમયસર સારવાર કરવામાં આવે તો લકવાને અટકાવી શકાય છે અથવા મોટા હુમલાથી બચી શકાય છે. લક્ષણો શરુ થયાના 4.5 કલાકની અંદર નજીકની હોસ્પિટલમાં અથવા સારવાર કેન્દ્રએ પહોંચી જઈએ તો લોહી પાતળું કરવાના ઇન્જેક્શન આપીને લકવાની અસરને આગળ વધતા અટકાવી શકાય એમ છે. કેમ કે દર મિનિટે મગજના લાખો ચેતાતંતુઓ નાશ પામે છે, તેથી નજીકની હોસ્પિટલે તુરંત સારવાર માટે પહોંચી જવું અનિવાર્ય છે.

કેવી રીતે ઓળખવું કે આ લક્ષણો લકવા (પક્ષાઘાત)ના જ લક્ષણો છે?

લક્ષણોને સહેલાઈથી યાદ રાખવા FAST યાદ રાખવું.
F – ફેસિઅલ અસીમેન્ટરી (ચેહરો એક તરફ વળી જાય)
A – આર્મ વીકનેસ (હાથ સુન્ન અથવા ખોટા પડી જવા)
S – સ્પીચ ડિફિકલ્ટી (બોલવામાં તકલીફ પડવી
T – ટાઈમ (સમયસર હોસ્પિટલ લઇ જવું)
અન્ય લક્ષણો જેવા કે, એક બાજુના હાથ -પગ કામ કરતા અટકી જાય અથવા ખાલી ચઢે, આંખોમાં ક્ષણિક માટે ઓછું દેખાય, ચક્કર આવવા, ધુંધળુ દેખાવું, માથું દુખવું, ઉલ્ટી થવી, લથડીયા ખાવા, અને ખેંચ આવવી.

ડો અપરા કોઠિયાલા દ્વારા લકવાથી કેવી રીતે થતા અટકાવી શકાય એ પણ જણાવવામાં આવ્યું જેમાં તેમણે, “સાત્વિક અને પૌષ્ટિક આહાર, વજન ઓછું કરવું, નિયમિત કસરત કરવી, વ્યસન મુક્તિ, લોહીના દબાણને કાબુમાં રાખવું, ડાયાબિટીસને કાબુમાં રાખવું, નિયમિત બીપીની દવાઓ લેવી, બી 12નું લેવલ જાળવવું, સમયસર તપાસ કરાવતા રહેવું” જેવા જીવનશૈલીમાં બદલાવ લાવવાની સલાહ આપી.

લકવો થવાનો જોખમ કોને સૌથી વધુ હોય છે?

લોહીનું પ્રમાણ વધી જવું, મધુપ્રમેહ(ડાયાબિટીસ), લોહીમાં ચરબી (કોલેસ્ટ્રોલ)નું પ્રમાણ વધી જવું , વધારે પડતું વજન, હ્રદયરોગ, સ્ટરોઈડ કે ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન, તણાવગ્રસ્ત જીવનશૈલી, વારસાગત કારણો અને વ્યસન જેમ કે, ધૂમ્રપાન, દારૂ, અને તમાકુ કરતા લોકોને લકવાનુ જોખમ સૌથી વધુ છે. તેથી તેઓએ નિયમિત તપાસ કરાવતા રહેવુ.

Related posts

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

આ 5 હેલ્ધી સ્નેક્સ તમને ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચાવશે, તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરો

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં ૨૩ જેટલી પ્રસૂતા મહિલાઓ કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

૨૩ નવેમ્બર થી સ્કૂલ ફરી થશે શરૂ. રાજ્ય સરકારે લીધો નિર્ણય

Ahmedabad Samay

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો