September 22, 2026
તાજા સમાચારરાજકારણ

શ્રીમતી દ્રૌપદી મુર્મુ બન્યા ભારતના આગામી રાષ્ટ્રપતિ, ૨૫મી જુલાઇ એ લેશે શપથ

શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના આગામી રાષ્ટ્રપતિ બન્યા છે આ અંગે સત્તાવાર જાહેરાત થઇ છે,  શ્રીમતી રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ શપથ લેશે,રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 17 સાંસદો અને 104 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું,શ્રી દ્રૌપદી મુર્મુના ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ સમારોહ પૂર્વે 24મી જુલાઈના રોજ ભાજપના મુખ્ય મથક ખાતે યોજાનારી બેઠકમાં ભાજપ શાસિત રાજ્યો તમામ CM અને Dy CM ભાગ લેશે

દ્રૌપદી મુર્મુને ક્રોસ વોટિંગ દ્વારા અત્યાર સુધીમાં 104 ધારાસભ્યો અને 17 સાંસદોના વોટ મળ્યા છે. મુર્મુને સમર્થન આપનારા પક્ષોના સાંસદોની સંખ્યા 523 હતી, પરંતુ તેમને 540 મત મળ્યા હતા.એટલે કે 17 સાંસદોએ તેમની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. એ જ રીતે, અત્યાર સુધીમાં 16 રાજ્યોમાં 104 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે.

દ્રૌપદી મુર્મુએ ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ કુલ માન્ય મતોના 50%નો આંકડો પાર કરી લીધો છે. ત્રીજા રાઉન્ડની મતગણતરીમાં કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા અને પંજાબ સામેલ છે. આ રાઉન્ડમાં કુલ માન્ય મત 1,333 છે. જેની કુલ કિંમત 1,65,664 છે. દ્રૌપદી મુર્મુને 812 વોટ મળ્યા, યશવંત સિંહાને 521 વોટ મળ્યા હતા

Related posts

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ગઠબંધનની સરકાર આવશે તો ઈવીએમ હટાવશે

Ahmedabad Samay

મુસ્લિમ બહુલ વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ મોટો ધડાકો કર્યો, ચેતવણી સમાન આવ્યું રિજલ્ટ

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો, શેખ હસીના રાજીનામુ આપી દિલ્હી આવ્યા અને હવે લંડન જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો