November 4, 2024
ગુજરાત

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટામાં 22 મહિલાઓએ સિંગલ મધર બનીને નોંઘણી કરાવી છે. અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંગલ મધરની સંખ્યામાં વધારો થયો છે. બાળકોના જન્મ પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમ ખાલી રહે છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા પાંચ વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર રીતે પોતાની મરજીથી સિંગલ મધર બનવાનું નક્કી કર્યું છે. તેને મહિલા સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવે છે. મહિલા પિતાનું નામ આપ્યા વગર પણ જન્મ પ્રમાણપત્ર મેળવી શકે છે.

AMCના પાંચ વર્ષના રેકોર્ડમાં, બાળકોના જન્મ પ્રમાણપત્રોમાં માત્ર મહિલાઓના નામની યાદી હોય છે, જેનાથી પિતાની કોલમ ખાલી રહે છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો 2019 અને 2022માં છ મહિલાઓએ જન્મ પ્રમાણપત્રમાં સિંગલ મધર તરીકે પોતાની નોંધણી કરાવી હતી અને પિતૃત્વ સંબંધિત કોલમ ખાલી છોડી દીધી હતી.

વર્ષ પ્રમાણે સિંલગ મધરના આંકડાઓ 

2018 5
2019 6
2020 1
2021 4
2022 6

આ રીતે કોર્પોરેશનમાં હોય છે પ્રોશેસ 
બાળકના જન્મની પ્રથમ વિગતો હોસ્પિટલમાં નોંધવામાં આવે છે. આ પછી આ ડેટા રજિસ્ટ્રાર ઓફિસને મોકલવામાં આવે છે. જ્યાં જન્મ અને મૃત્યુનો રેકોર્ડ રાખવામાં આવે છે. તેમાં બાળકનું લિંગ, જન્મ તારીખ, જન્મ નોંધણી નંબર, માતા અને પિતાનું નામ, જન્મ સ્થળ, માતાનું કામચલાઉ સરનામું અને કાયમી સરનામું ભરવાનું રહેશે. જો કોઈ કિસ્સામાં સગીર ગર્ભવતી હોય, તો તેનું નામ રેકોર્ડમાં દાખલ કરવામાં આવતું નથી. અમદાવાદમાં તાજેતરના વર્ષોમાં આવા આઠ કેસ નોંધાયા છે, જ્યારે 22 કેસમાં મહિલાઓએ પોતે આ નક્કી કર્યું છે.

શાળામાં પિતાના નામ મામલે પણ છે આ અંગેનો ઠરાવ
મહિલા પિતાનું નામ આપ્યા વગર પણ જન્મ પ્રમાણપત્ર મેળવી શકે છે. હકીકતમાં, રાજ્ય સરકારે 2005માં આ અંગે ઠરાવ બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે શાળામાં પિતાનું નામ રેકોર્ડમાં આપવા દબાણ કરી શકે નહીં.

Related posts

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો