અમદાવાદના આંગણે ખૂબ જ મહત્વનો ટેક્સ કોન્કલેવ 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. બે દિવસ દરમિયાન આ કોન્કલેવ ચાલશે. ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સીસ અંતર્ગત આ ટેક્સ કોન્કલેવમાં લોકોને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવશે. જે.બી. ઓડિટોરીય, એએમએ કેમ્પસ અમદાવાદ ખાતે 3 અને 4 માર્ચના રોજ મહત્વનું આયોજન કરાયું છે. જેમાં ટેક્સને લગતી તમામ વિગતો ઉપલબ્ધ થાય તે હેતુથી મોટી સંખ્યામાં નિષ્ણાતો સવારે 8.30 કલાકથી લઈને સાંજે 7 કલાક સુધી ચાલનાર કોન્કલેવમાં જરુરી માર્ગદર્શન પૂરુ પાડશે. નાગરીકોને ટેક્સને લગતી ઘણી મૂંઝવણો હોય છે ત્યારે ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સની તમામ વિગતોની જાણકારી આ કોન્કલેવમાં આપવામાં આવશે. ટેક્સ કોન્કલેવમાં ભાગ લેવા માટે પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્રણ વખત આ આયોજન થયું છે ત્યારે વધુમાં આ ટેક્સ કોન્કલેવનું સતત ચોથા વર્ષે આયોજન થઈ રહ્યું છે.
ટેક્સ કોન્કલેવના પાયાના અધ્યસ્થાપક એડ્વોકેટ શ્રી ડૉ. ધ્રુવેન શાહ, એડ્વોકેટ શ્રી ડૉ. કાર્તિકેય શાહ, સીએ શ્રી વિશ્વેશ શાહ તેમજ એડ્વોકેટ શ્રી આશુતોષ ઠક્કરના સતત માર્ગદર્શન અને સહયોગથી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ સુશ્રી સોનિયાબેન ગોકાણી ઉપસ્થિત રહેશે. જેમના થકી આ આયોજન થઈ રહ્યું છે તેવા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના પ્રેસિડેન્ટ શ્રી એડવોકેટ હિરેન આર. વકીલ, સેક્રેટરી શ્રી બાલમુકુંદ એન શાહ તથા ઈન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવિન ડી મહેતા, સેક્રેટરી અને સીએ એવા શ્રી શ્રીધર કે શાહની વિશેષ ઉપસ્થિતિ પણ રહેશે.
લોકો માટે માર્ગદર્શન પૂરુ પાડતા એમિનેન્ટ સ્પીકર્સ અને નિષ્ણાતો એવા શ્રી ડૉ. ગિરિશ આહુજા, એડવોકેટ શ્રી વી. શ્રીધરન, એડવોકેટ વી. રઘુરામન , સીએ શ્રી અભિષેક રાજા રામ, એડવોકેટ શ્રી તુષાર હેમાની, એડવોકેટ શ્રી મનિષ શાહ, એડવોકેટ શ્રી ધિનલ શાહ સહીતના મહાનુભાવો વિવિધ વિષયો પર જરૂરી નોલેજ આપશે. એટલું જ નહીં પરંતુ આ ઉપરાંત ડાયરેક્ટ ટેક્સને મૂંઝવતા પ્રશ્નો અંગે એડવોકેટ શ્રી મેહુલ પટેલ, સીએમ શ્રી મેહુલ ઠક્કર, સીએ શ્રી અસીમ ઠક્કર, સીએમ શ્રી હિરેન શાહ અને સીએ મિતીશ મોદી માર્ગદર્શન આપશે તથા ઈનડાયરેક્ટ ટેક્સિસ અંગે નિષ્ણાત એવા શ્રી અભય દેસાઈ, શ્રી સમીર સિદ્ધપુરીયા, શ્રી હાર્દિક મોઢ, સીએમ શ્રી જિગર શાહ જરૂરી મહત્વની બાબતો શેર કરશે.