August 7, 2026
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક
ગુજરાત

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

ગુજરાત રાજ્‍ય શાળા પાઠય પુસ્‍તક મંડળ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વોકેશનલ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર જાહેર કરવામાં આવ્‍યા છે. જે અંતર્ગત ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી હતી અને તેના આધારે હવે આગામી દિવસોમાં બોર્ડની પરિક્ષા લેવાનું પણ નક્કી કરવામાં આવ્‍યું છે.

વિભાગ દ્વારા ધોરણ ૯થી ૧૨ના પાઠયપુસ્‍તકોમાં નવા પ્રકરણો સામેલ કરાયા બાદ સુધારેલા નવા પ્રશ્નપત્રના પરિરૂપ જાહેર કરાયા હતા. ત્‍યારબાદ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં ચાલતા વોકેશનલ વિષયો માટે પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને તજશો દ્વારા તૈયાર કરવામાં આવેલા પશ્નપત્રોના નમુના જાહેર કરવામાં આવ્‍યા છે. તેમજ આગામી સમયમાં બોર્ડની પરીક્ષામાં તૈયારી માટે તમામ જિલ્‍લા શિક્ષણાધિકારીઓને મોકલી આપવામાં આવ્‍યા છે.

બોર્ડ દ્વારા પોરણ ૧૦માં હેલ્‍થકેર, બ્‍યુટી, રિટેલ, ઓટોમેટિવ, ટુરિઝમ જેવા ૧૬વિષયો માટે પરિરુપ જાહેર કરાવા છે. જ્‍યારે પોરણ ૧૨માં પ્‍લમ્‍બિગ, એગ્રીકલ્‍ચર, બેન્‍કિંગ, ફુડ સેફટી જેવા ૧૩ વિષયોમાં પરિરૂપ જાહેર કરાયા છે. વોકેશનલ વિષયો માટે તજજ્ઞો દ્વારા પરિરૂપ, ગુણભાર તૈયાર કરવામાં આવ્‍યા હતા. આ પરિરૂપને શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવ્‍યા હતા. અને સમિતિ દ્વારા તેને મંજુરી આપવામાં આવી છે. જેથી નવા પરિરૂપના આધારે જ આગામી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

Related posts

રસ્તા રોકો આંદોલન,મહા આંદોલન, શહેરમાં ઠેર ઠેર રસ્તા રોકો મહા આંદોલન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને સરકાર હાથપર હાથધરી આંદોલનની મજા માણી રહી છે.

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અમદાવાદના અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો