આ રથયાત્રા આમતો શાંતિપૂર્વક અને સફળતાપૂર્વક સંપૂર્ણ થઇ છે, પરંતુ આ રથયાત્રામાં બે દુર્ઘટના બની હતી,જેમાં એકનું મોત પણ થયું છે.
ઘટના ૧: ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન બલરામજીના રથનું પૈડું એકા એક રથથી છૂટું પડી ગયું હતું, રથના પૈડાંને તુરંતજ વેલ્ડીંગ કરી તૈયાર કરી રથ રવાનું થયું હતું,
ઘટના ૦૨: અમદાવાદમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત અને ધાર્મિક વાતાવરણ સાથે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં દરિયાપુર વિસ્તારમાં એક બિલ્ડીંગની બાલ્કની એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરેલી ઘરની બાલ્કનીમાં દબાઈ જતા 1 વ્યક્તિનું મોત