ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ દ્વારા બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું 2023નું આયોજન JB ઓડિટોરિયમ, એ.એમ.એ. અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું બે દિવસ ચાલનાર પ્રથમ દિવસે કોન્ક્લેવનું ઉદઘાટન શ્રીમતી સોનિયા ગોકાણી, ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ, ગુજરાત હાઇકોર્ટ કે જેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે આ વિષય પર મહત્વની વાત કહી હતી.
પ્રત્યક્ષ અને પરોક્ષ કર પરના આ બે દિવસીય સેમિનારમાં 390થી વધુ લોકોએ હાજરી આપી હતી ફક્ત અમદાવાદ જ નહીં ગુજરાતના વિવિધ પ્રાંતના લોકોએ હાજરી આપી હતી. આવકવેરા અને જી.એસ.ટી.ના જાણીતા નિષ્ણાત વક્તાઓ એવા સિનિયર એડવોકેટ શ્રી તુષાર હેમાણી, શ્રી એડવોકેટ મનીષ શાહ, શ્રી એડવોકેટ ધીનલ શાહ, સી.એ. શ્રી અભિષેક રાજા રામ કે જેમણે જુદા જુદા વિષય પર વાત કરી હતી. બ્રેઈન ટ્રસ્ટના ટ્રસ્ટી એવા સીએ શ્રી મેહુલ ઠક્કર, સીએ શ્રી મિતિષ મોદી, એડવોકેટ શ્રી મેહુલ પટેલ, સી.એ. શ્રી અસીમ ઠક્કર અને સી.એ. શ્રી હિરેન શાહે આઇ.ટી.ને લગતા લોકોને મૂંઝવતા ઘણા પ્રશ્નો ઉકેલ્યા હતા. નાગરીકોને ટેક્સને લગતી ઘણી મૂંઝવણો હોય છે ત્યારે ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સની તમામ વિગતોની જાણકારી આ કોન્કલેવમાં પ્રથમ દિવસે આપવામાં આવી હતી. અગાઉ પણ ત્રણ વખત આ આયોજન થયું છે ત્યારે ચોથા વર્ષે પણ આ ટેક્સ કોન્કલેવનું સફળતા પૂર્વક આયોજન થયું છે. પ્રથમ દિવસે ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આવતી કાલે કોન્ક્લેવના બીજા દિવસે ભારતના વિવિધ ભાગોના નિષ્ણાત વક્તા વિવિધ વિષયો પર સંબોધન કરશે.