February 10, 2025
ગુજરાત

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

વોટ્સએપ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ તેના પ્લેટફોર્મ પર કેટલાક નવાં ફીચર્સ ઉર્મેર્યાં છે. જેમાનું એક વિવિધ રંગના વોલપેપરના નવાં સેટિંગ્સનું છે. વોટ્સએપર વોલપેપરને કુલ ચાર પ્રકારનાં નવા અપડેટ્સ મળ્યા છે. આમાં કસ્ટમ ચેટ વોલપેપર્સથી માંડીને એડિશનલ ડુડલ વોલપેપર્સ, સ્ટોક વોલપેપર ગેલેરીના અપડેટ અને લાઇટ અથવા ડાર્ક મોડ માટે અલગ -અલગ વોલપેપર્સ પસંદ કરવા જેવી સુવિધા છે.જેથી  વોટ્સએપ ચેટનો લુક બદલાઇ જશે. બલકે તેમ અચાનક ખોટા ચેટમાં મેસેજ કરવાથી બચી શકાશે. વોટ્સએપે નવા અપટેડ મોટા ભાગે એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે જારી કરી દીધાં છે. એટલા માટે નવા ફીચર્સનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તમે એપને અપડેટ કરી લો.

આ રીતે તમે વોટ્સએપ પર દરેક ચેટ માટે અલગ -અલગ વોલપેપર સેટ કરી શકો છો. 

સ્ટેપ-૧ : સૌથી પહેલા વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોટ કરવા માટે વોટ્સએપને ગુગલ પ્લેથી અપડેટ કરો.

સ્ટેપ-૨: હવે તમે એ ચેટ ઓપન કરો. જેનું તેમ વોલપેપર બદલવા ઇચ્છો છો.

સ્ટેપ-૩ : એ પછી તમારે કોન્ટેકટ નેમ પર ટેપ કરવાનું છે જેનાથી કોન્ટેકટ ઇન્ફો ખુલી જાય છે.

સ્ટેપ-૪: હવે તમારે વોલપેપર ઓપ્શન પર જવાનું છે.

સ્ટેપ -૫ : એ પછી Choose a new Wallpapar પર ટેપ કરો. તેમ વોટ્સએપ પર લેટેસ્ટ સ્ટોક વોલપેપર્સમાંથી કોઇ એક પસંદ કરી શકો છો.

સ્ટેપ-૬: જો તમે વોટ્સએપના વોલપેપર્સ પસંદ ન આવે તો ફોનની ગેલેરીમાંથી તમે ફોટાની પસંદગી કરી શકો છો.

સ્ટેપ-૭: આ પ્રક્રિયા તમે અન્ય ચેટ્સ માટે અપનાવી શકો છો.

આ રીતે એન્ડ્રોઇડ અને આઇફોન  બંને માટે કામ કરશે. આવામાં અલગ અલગ વોલપેપર સેટ કરો.

Related posts

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

ઓઢવ જીઆઇડીસી ખાતે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક દૈનિક ઓપીડી ક્લિનિક સેવા શરુ

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો