અમદાવાદમાં રામોલ પોલીસે 37 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે. કારમાં ડ્રગ્સનો જથ્થો લવાતો હતો આ દરમિયાન તપાસ કરાતા ડ્રગ્સ હોવાનું માલુમ પડતા 3ની ધરપકડ કરાઈ હતી.
અમદાવાદમાં વારંવાર ડ્રગ્સની નાના પાયે થતી હેરાફેરી ઝડપી પાડવામાં આવી રહી છે. નાના લેવલે ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હોય છે. ત્યારે સરહદ સિવાય શહેર અને જિલ્લાઓમાં પણ ડ્રગ્સ મામલે ચાંપતી નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રામોલ પોલીસે 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યં હતું. જેની કિંમત 37 લાખ થાય છે.
મુંબઈથી કાર મારફતે ડ્રગ્સની હેરાફેરી થતી હતી. જેમાં ત્રણ લોકો ડ્રગ્સની લઈને આવી રહ્યા હતા. પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતા અંદર પેકેટ તપાસતા ડ્રગ્સ નિકળ્યું હતું. એક્સપ્રેક્સ હાઈવે પર પાર્સલ તપાસતા ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.
મુંબઈથી અમદાવાદમાં હેરાફેરીની વાતનો પણ ખુલાસો પ્રાથમિક વિગતોમાં સામે આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. કારમાં રાખેલું પાર્સલ તપાસતા આ ભાંડો ફૂટ્યો હતો ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો એ તમામ બાબતે પૂછપરછ કરવામાં આવશે.