September 21, 2026
ગુજરાત

અમદાવાદ: ઉત્તર, મધ્ય બાદ હવે દક્ષિણ ગુજરાતમાં માવઠું! આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં લોકો આકરા ઉનાળાના પાર સહન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક બાદ હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભર ઉનાળે રાજ્યમાં ચોસામા જેવું વાતાવરણ ઊભું થતા ખેડૂતો પણ ચિંતિત થયા છે. માર્ચ મહિના દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ થયા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થવાની શક્યતાઓ છે. જો કે, આવતીકાલથી મોટાભાગે હવામાન સૂકું રહેવાની વકી છે. બુધવાર પછી 4 દિવસ વરસાદ થવાની સંભાવના નથી. વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ભરૂચ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

સૌથી વધુ તાપમાન રાજકોટમાં 

બીજી તરફ, મંગળવારે રાજકોટમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં 41.2 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી અને અમદાવાદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નહિવત છે પરંતુ, કેટલાક શહેરોમાં તાપમાન એકદા ડિગ્રી વધી શકે છે.

Related posts

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

આવતીકાલે બાબા બાગેશ્વર આવશે અમદાવાદ, 29મેના રોજ યોજોશે લોકદરબારનો કાર્યક્રમ

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો