March 25, 2025
ગુજરાત

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

આપની આસપાસ અચાનક સાફસફાઇ થવા લાગે, ખાડા પડેલા રસ્તાનું સ્માર કામ ચાલુ થઇ જાય, ગટર ભરવાની સમસ્યા હલ થઇ જાય કે પછી પીવાના પાણીની સમસ્યા નો હલ આવી જાય તો સમજી જવું કે……………… ભાઇ આવી ગયો છે જનતાનો તહેવાર

ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા તહેવાર છે જુદી જુદી જાતિ ઓના જુદા જુદા તહેવાર હોય છે પરંતુ ભારત દેશના માત્ર એક તહેવાર એવો છે જે ભારત દેશમાં કહ્યા વગર લોકોના કામ થતા હોય છે અને એ છે ઇલેક્શન .
ઇલેક્શનએ નેતા માટે તો હાર જીત અને સત્તા મેળવવાનો તહેવાર છે પરંતુ જનતા માટે તો તહેવાર છે કારણ કે ઇલેક્શન આવતાજ જનતાના બાકી રહેલા કામ, કાચબાની ગતિએ ચાલતા કામ સસલાની ગતિ પકડી લેછે અને રોકેટના ગતિએ કામ ચાલુ થઇ જાય છે.

ઇલેક્શન આવતા જ અંધારામાં ગુમ થઇ ગયેલ નેતાઓ અંધેરનગરી માંથી બહાર આવી ફરી દેખાવા લાગે છે, દર વર્ષે દિવાળીના તહેવાર માં જેમ આપણે સમય કાઢીને ઘરની સાફ સફાઇ કરતા હોય છે તેજ રીતે નેતાજી ઇલેક્શન સમયે ૦૫ વર્ષમાં એક વાર સમય કાઢીને જનતાના કામ કાજ કરવા લાગે છે, ખાડા પડેલા રોડના સ્મારકામ ચાલુ થઇ જાય છે, પાણીની સમસ્યા દૂર થઇ જાય છે, રસ્તા, ચાલીઓ, સોસાયટીઓ. પર સાફ સફાઇનું કામ ચાલુ થઇ જાય છે,

હંસપુરા માર્ગ પર દહેગામ માર્ગ પર નરોડા સ્મશાન તરફનો માર્ગ એટલી ખરાબ હાલતમાં હતો કે ગાડી ૩૦ની ઝપીડ કરતા વધારે ચલાવીજ ન શકાય તે માર્ગે  ઇલેક્શન આવતા પાક રસ્તાનો કામ હાથ ધરવામાં આવ્યું પણ ઇલેક્શનમાં નેતાજી એટલા ખુશ થઇ ગયા કે પાક રસ્તા પર ફરી નવો રસ્તો બનાવવાનું કામ કરી નાખ્યું , બીજું ભાર્ગવરોડ થી કુબેરનગર બાંગ્લા સુધી નવો માર્ગ સસલાની ગતિએ ઝડપ પકડી ડિવાઈડર નાખવાનો કામ ચાલુ થયું કરાયું

 

ઇલેક્શનમાં તહેવારમાં જનતામાં તમામે તમામ કામ પૂર્ણ થઇ જાય છે માટે તો ઇલેક્શન ને જનતાનો તહેવાર કહેવામાં આવે છે

Related posts

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો