ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંતર મચાવના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અમદાવાદ લવાયો છે. – કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એટીએસ ઓફિસ લવાયો હતો. જ્યાં લોરેન્સની અનેક મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવશે તેમાં પણ 194 કરોડની ડ્રગ્સની સંડોવણી ઉપરાંત તેના નેટવર્ક, તેની સાથે રહેલા અન્ય સંપર્કો, ડ્રગ્સ મામલે પાકિસ્તાની કનેક્શન હતું કે કેમ એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પૂછપરછ તેજ કરવામાં આવશે.
એટીએસની ટીમ લોરેન્સને નલિયાથી અમદાવાદ એટીએસ ઓફિસે લાવી છે. એટીએસની ટીમ લોરેન્સને નલિયાથી અમદાવાદ એટીએસ ઓફિસ લાવી છે. 14 દિવસના રીમાન્ડ પર લોરેન્સ બિશ્નોઈ છે. ગઈકાલે લોરેન્સને સુરક્ષા જવાનોની હાજરીમાં કચ્છમાં લવાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો, ચેતક કમાન્ડો પણ હતા. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેણે કોર્ટમાં ગઈકાલે હાજર કરવામાં આવ્યો હતો.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્લી સહિતના રાજ્યોમાં ગેંગ ચલાવે
નાઈજીરિયન મહિલા સાથેના સંપર્કો કેવી રીતે થયા તેની પૂછપરછ પણ કરવામાં આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્લી સહિતના રાજ્યોમાં ગેંગ ચલાવે છે. લોરેન્સ દિલ્લીની તિહાર જેલમાં હતો તેને નલિયામાં ગઈકાલે લાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી તરીકે કારકિર્દી શરુ કરનાર લોરેન્શ વિવિધ ગુનામાં સપડાતા તેની સામે કાર્યવાહી કરાઈ છે. ઘણા સમયથી તે જેલમાં બંધ છે.
14 દિવસના રીમાન્ડ આ મુદ્દાઓ પર થશે સઘન પૂછપરછ
કોર્ટમાં હાજર કરીને 14 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈની 194 કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનથી લોરેન્સે ડ્રગ્સ મંગાવ્યાની આશંકા છે. પાકિસ્તાન સાથેના સંપર્કોની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત આતંકી જૂથ વચ્ચેની સંડોવણીની પણ તપાસ આ દરમિયાન કરવામાં આવશે. આ ઉપરાંત લોરેન્સની સાથે અન્ય કોની કોની સંડોવણી છે કે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવશે. લોરેન્સ જેલમાં રહીને તેનું નેટવર્ક કઈ રીતે આગળ વધાર્યું એ બાબતે પણ તપાસ કરવામાં આવશે.