કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ – ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ર .80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ ( ૧ ) વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ ( ૨ ) ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને ( ૩ ) છત્રાલ – પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા , મેયર શ્રી કિરીટ પરમાર , સાંસદશ્રી નરહરી અમીન , સહિત ધારાસભ્યશ્રીઓ , SGVP ના સંતશ્રીઓ સહિત ભાજપા ગુજરાત પ્રદેશના હોદ્દેદારો , મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .