September 18, 2024
ટેકનોલોજી

દેશી કંપનીનો બ્લાસ્ટ! રાઉન્ડ ડાયલ, AMOLED ડિસ્પ્લે અને શાનદાર ફીચર્સ સાથેની સ્માર્ટવોચ લોન્ચ

પોપ્યુલર વેરેબલ બ્રાન્ડ Noise દ્વારા ભારતીય બજારમાં નવી સ્માર્ટવોચ NoiseFit Force Plus રજૂ કરવામાં આવી છે, જે મજબૂત રગેડ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચ અતિશય ખરાબ પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવી છે અને એડવેન્ચર કે સ્પોર્ટ્સ લવર્સને ચોક્કસ ગમશે. કંપનીએ તેને તેના ફોર્સ લાઇનઅપનો એક ભાગ બનાવ્યો છે. આ વોચને બજેટ સેગમેન્ટનો એક ભાગ બનાવવાની સાથે, તમને શાનદાર ફિચર્સ અને પ્રીમિયમ ડિઝાઇનનો બેનિફિટ મળશે.

નવી સ્માર્ટવોચના લોન્ચિંગ પર બોલતા, નોઈઝના કો-ફાઉન્ડર અમિત ખત્રીએ જણાવ્યું હતું કે, “અમે અમારા દરેક વેરેબલ અને પ્રોડક્ટ્સ સાથે ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને અમારી નવી પ્રોડક્ટ NoiseFit Force Plus પણ આ મૂલ્ય સાથે આવે છે. તમામ ઉંમરના યુઝર્સ આ સ્માર્ટવોચ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા એક્સપિરિયન્સનો આનંદ માણશે અને અમને ખાતરી છે કે યુવા યુઝર્સ તેમના સાહસોના સાથી તરીકે આ સ્માર્ટવોચને પસંદ કરશે.

મોટા રાઉન્ડ ડિસ્પ્લે સાથે આવી સ્માર્ટવોચ
Noise એ તેના નવા વેરેબલ NoiseFit Force Plus માં 1.46-inch AMOLED ડિસ્પ્લે આપ્યું છે, જે 550nits ની પીક બ્રાઈટનેસ આપે છે અને 466×466 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે. મજબૂત રાઉન્ડ શેપ ડાયલ્ડ આ વોચ IP67 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. સ્માર્ટવોચની મજબૂત બેટરી સિંગલ ચાર્જ પર 7 દિવસ સુધીનો બેકઅપ આપે છે. આ સિવાય બ્રાન્ડના એડવાન્સ કોલિંગ ફીચર TruSync ટેક્નોલોજી ઉપરાંત તેમાં બ્લૂટૂથ 5.3 કનેક્ટિવિટી આપવામાં આવી છે.

આપવામાં આવ્યા છે અનેક હેલ્થ અને ફિટનેસ ફિચર્સ
નોઇસફિટ ફોર્સ પ્લસમાં, કંપનીએ ઘણી પ્રોડક્ટિવિટી અને હેલ્થ મોનિટરિંગ ફિચર્સ પણ આપ્યા છે. નોઈઝ હેલ્થ સ્યુટ સાથે તમને હાર્ટ રેટ, SpO2, સ્લીપ મોનિટરિંગ, બ્રિથિંગ પ્રેક્ટિસ, ફિમેલ સાયકલ ટ્રેકર અને સ્ટ્રેસ મેનેજમેન્ટનો ઓપ્શન મળે છે. ઘણી પ્રોડક્ટિવિટી એપ્સ ઉપરાંત, 130 થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. તે 100 થી વધુ વોચ ફેસ સાથે પણ કસ્ટમાઇઝ કરી શકાય છે. સ્માર્ટવોચ 10 જેટલા કોન્ટેક્ટને સાચવી શકે છે અને એક બેસ્ટ કૉલિંગ એક્સપિરિયન્સનું પ્રોમિસ પણ આપે છે

NoiseFit Force Plusની કિંમત
કંપનીએ ભારતમાં NoiseFit Force Plus સ્માર્ટવોચને રૂ. 3,999ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે અને તેનું સેલિંગ શરૂ થઈ ગયું છે. કસ્ટમર્સ આ વોચ gonoise.com અને Flipkart પરથી ખરીદી શકે છે. આ વોચ જેટ બ્લેક, મિસ્ટ ગ્રે અને ટીલ બ્લુ કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે.

Related posts

Jioની મોટી તૈયારી, Jio Air Fiber સર્વિસ ટૂંક સમયમાં થશે શરૂ, મળશે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ

Ahmedabad Samay

Twitterને ટક્કર આપશે Mark Zuckerberg, નવી સોશિયલ મીડિયા એપ કરી રહ્યાં છે લોન્ચ

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

Vivoએ લોન્ચ કર્યા બે સસ્તા 5G સ્માર્ટફોન, 64MP કેમેરા અને 44W ચાર્જિંગ, જાણો કિંમત

Ahmedabad Samay

હોળીની મજામાં તમારો મોંઘો સ્માર્ટફોન બગડી ન જાય, જાણો તેને સુરક્ષિત રાખવાની કેટલાક આસાન સ્ટેપ્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો