આપ પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણી બાદ ઈટાલિયાને મહારાષ્ટ્ર મોકલ્યા હતા. ત્યારે હવે ફરી ઈટાલિયાની વાપસી આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ગુજરાતમાં અનેક મોરચે સંકટનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરીને પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને ફરી એકવાર રાજ્યમાં મોટી જવાબદારી સોંપી છે.
રાજ્યની અનેક નગરપાલિકાઓની સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. આવા સંજોગોમાં પાર્ટી સંગઠનથી માહિતગાર ગોપાલ ઇટાલિયાને ફરી ગુજરાત મોરચે ઉતારવામાં આવ્યા છે. સુરતમાં આઠ કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી છે. ત્યાં પાર્ટી પાસે માત્ર 15 કાઉન્સિલર બચ્યા છે. પાર્ટીને ત્યાં વિપક્ષમાં રહેવા માટે 12 કાઉન્સિલરોની જરૂર છે. બીજું મોટું સંકટ વિદ્યાર્થી નેતા અને AAPના યુવરાજસિંહ જાડેજાનું છે. યુવરાજ પર ડમી કેસમાંનો આરોપ છે અને હાલમાં તે જેલમાં બંધ છે.
ગુજરાત સરકારમાં અગાઉ કોન્સ્ટેબલ અને ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા યુવા ગોપાલ ઈટાલિયાને પાર્ટી દ્વારા એવા સમયે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે પાર્ટી રાજ્યમાં એક જ સમયે અનેક પડકારોનો સામનો કરી રહી છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અનેક કટોકટીનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને રાજ્યમાં પરત કર્યા છે. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, પાર્ટીએ આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે ગોપાલ ઇટાલિયાની નિમણૂક કરી છે.
વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ ઇસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવ્યા હતા ત્યારે ઈટાલિયાએ ગુજરાતમાં વાપસી કરી છે ત્યારે અનેક નિવેદનો કરતા પણ જોવા મળ્યા છે.
જો કે, આ તમામ સંજોગો વચ્ચે ગોપાલ ઈટાલિયાએ ચૂંટણીની તૈયારીઓની જવાબદારી નિભાવવી પડશે. આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે એટલું જ નહીં આ સિવાય લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે પાર્ટીની નજર વિધાનસભા બાદ લોકસભા પર પણ નજર છે.