May 18, 2024
રાજકારણ

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટણમાં જનસભાને સંબોધશે

આજથી 9 સાલ બે મિલાસની જનસભાની શરુઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી કરાવશે. ગુજરાતમાં તેમનો બે દિવસનો કાર્યક્રમ છે ત્યારે તેઓ પાટણમાં જનસભાને સંબોધશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં સીએમની જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આગામી 20 જૂન સુધી કેન્દ્રીય નેતાઓ અને દિગ્ગજોનો પ્રવાસો ગુજરાતમાં યોજવામાં આવશે. સપ્તાહ બાદ જેપી નડ્ડા ગુજરાતમાં આવશે.

  • 9 સાલ બે મિલાસની જનસભાની શરુઆત ગુજરાથી
  • આજે પાટણ શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી઼
  • ભૂપેન્દ્ર પટેલ બનાસકામાઠામાં આપશે હાજરી
  • આગામી સમયમાં પંચમહાલમાં જેપી નડ્ડાની જનસભા

2024 લોકસભાની ચૂંટણીને તેમજ મોદી સરકારના 9 વર્ષના કામોને લઈને અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. 26માંથી 26 બેઠકો સતત બે ટર્મથી આવી રહી છે ત્યારે ત્રીજી વખત પણ ભાજપ જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું આ હોમગ્રાઉન્ડ છે. અહીંના મતદારો ફરીથી 26માંથી 26 બેઠકો ભાજપને જીતાડે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે.

પાટણ લોકસભાથી આ શરુઆત થવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંસ સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ જનસભાનું આયોજન બનાસકાંઠામાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતથી આ શરુઆત કરવામાં આવી છે. તેમાં પણ પાટણ શહેર કે જ્યાં કોંગ્રેસની વિધાનસભાની બે ટર્મથી જીત થઈ રહી છે ત્યારે કોંગ્રેસના ગઢમાં બીજેપીએ આ શરુઆત 9 સાલ બે મિસાલની કરી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં તેમજ કેન્દ્રમાં થયેલા ડબલ એન્જિન સરકારના કામોને લઈને જનતા સમક્ષ યોજનાઓ, વિકાસકાર્યોને લગતા કામોને પહોંચાડવામાં આવશે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતદારોને રીઝવવાનો પ્રયત્ન ફરી એકવાર વિધાનસભા બાદ લોકસભામાં પણ મોટી પાર્ટીઓ દ્વારા કરવામાં આવશે, ત્યારે આગામી દિવસોમાં પંચમહાલમાં જનસભાને સંબોધન બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવશે.

Related posts

ગુજરાતમાં આવી ગયું મીની લોકડાઉન

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો