માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની ચાર અને સહકારી વિભાગની બે બેઠકો માટે ચૂંટણી યોજવાની છે હાલ જિલ્લા સહકારી મંડળીના રજીસ્ટર દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટેની તારીખ 17/4/2023ના પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તારીખ 4/5/2023ના પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવશે આખરી પ્રસિદ્ધિ તારીખ 15/5/2023ના થશે યાર્ડની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ 14/6/2023 આખરી તારીખ છે ચકાસણી તારીખ 15 પરત ખેંચવાની તારીખ 19 અને 19 ના જે હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થશે મતદાન તારીખ 26/6/2023 અને ગણતરી તારીખ 27/6/2023 ના થશે વંથલી માર્કેટિંગ યાર્ડની અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 33 મંડળીઓ હતી ત્રણેક વર્ષ પહેલાં વંથલી તાલુકામાં નવી બનાવવામાં આવેલ 26 જેટલી મંડળીઓના સભાસદો આ વખતે યાર્ડમાં યોજાનાર ચૂંટણીમાં મતદારો તરીકે આવ્યા છે કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા પ્રમાણે ભાજપના આગેવાનોએ યાડૅ કબ્જે કરવા માટે નવી મંડળીઓ નાખી તેના મતદારો વધારી યાર્ડનું શાસન મેળવવા પ્રયાસ કર્યો હતો અને તેની નવી નાખવામાં આવેલી મંડળીઓને મતદાનનો અધિકાર આપી દેવામાં આવતા આ વખતે માર્કેટિંગ યાર્ડ વંથલીમાં કોંગ્રેસ અને શાસન મેળવવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય જેવું થઈ ગયું છે