December 10, 2024
ગુજરાત

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

ભરૂચ જિલ્લા માંથી પસાર થતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે જમીન સંપાદન કરી ગેરકાયદેસર રીતે પૂરતું વળતર આપ્યા વગર ખેડૂતો સાથે અન્યાય થતો હતો,જે બાબતે ખેડૂતો ગુજરાત હાઇકોર્ટ ના દ્વારે પહોંચી ન્યાય મેળવવા ગયા હતા,કેટલાક સ્થાનિક ખેડૂત આગેવાનોને ભરમાવીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત હાઇકોર્ટ માંથી કેસ પરત ખેંચાવી લઈ અન્ય જિલ્લા ના ખેડૂતોને અપાયેલ વળતર આપવાના વાયદા આપી સ્થાનિક ખેડૂતો ને છેતરી પંચાયત અને વિધાનસભા ની ચૂંટણીઓમાં ખેડૂતોનો સહકાર મેળવી આજે ખેડૂતોને છેતરી ગયા હોવાના આક્ષેપ ગુજરાત કોંગ્રેસ ના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવ્યા છે,

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે પોલીસ ના જોર ઉપર પોલીસ બંદોબસ્ત સાથે હાઇવે નું કામ શરૂ કરી દીધું છે, સરકાર ની વાત માં ભરમાઈ જઈ કેટલાક ખેડૂતોએ સમનવય સમિતિ બનાવી દીધી હતી અને અનેક મિટિંગો ગાંધીનગર અને દિલ્હી સુધી આ સમિતિ ની મિટિંગો માત્ર ભાજપ ના આગેવાનો દ્વારા ફોટો સેશન અને સમાચાર પત્રો માં પ્રચાર પૂરતી મળતી હતી,સમિતિ ની વળતર આપવાની માંગ એક ઝાટકે સરકાર દ્વારા ફગાવી દેવાઈ છે,

ગુજરાતના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ખેડૂત સમાજ ના પ્રમુખ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા પત્ર પાઠવી રજુઆત કરી છે કે કલેકટર ભરૂચ ને જમીન સંપાદન અધિનિયમ 2013 જે ડો, મનમોહન સિંહ ની સરકાર માં ખેડૂતો ને પોતાના હિતોની રક્ષા કરવા માટે બનાવવા માં આવ્યો હતો એ કાયદા ની કડક અમલવારી સાથે ખેડૂતો ને વિશ્વાસ ના લીધા સિવાય કે પૂરતું વળતર આપ્યા વગર ગેરકાયદેસર રીતે શરૂ કરેલું કામ તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરવા સાથે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતો ને આપવામાં આવેલ વળતર ચૂકવવા ની માંગણી કરી હતી,

Related posts

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો