September 8, 2024
અપરાધ

ઝઘડિયામાં જંગલ રાજ..?હવેથી તારી ટ્રકો બંધ મારી ચાલુ, જો આવી તો સળગાવી દઈશું

ઝઘડિયામાં જંગલ રાજ-જીઆઈડીસી માં ધંધો કરવો હોય તો હપ્તો આપો, બાકી ગાડી સળગાવી દઈશું, ચાર થી વધુ સામે પોલીસ ફરિયાદ

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં અનેક ઉધોગો આવેલા છે, આ ઉધોગો માં માલ સામાન્ પહોંચાડવાનું કામ અનેક નાના મોટા ટ્રાન્સપોર્ટરો કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે,પરંતુ હવે આ વિસ્તારમાં ધંધા કીય અદાવત સાઉથ અને હિન્દી ફિલ્મો ની સ્ટોરીઓને પણ પાછળ મૂકે તે પ્રમાણે ની થઈ હોય તેમ કહેવાઈ રહ્યું છે,

ઝઘડિયા ના દધેડા ગામ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતા ઇમરાન યાકુબ પટેલ નાઓ છેલ્લા બે વર્ષ થી ઝઘડિયા ની આરતી ઇન્ડસ્ટ્રીઝ માં રેતી,કપચી નાંખવાની કામગીરી કરી રહ્યા છે,પરંતુ ગત તારીખ 30/04/2023 ના રોજ માલ સામાન્ ભરી તેઓના ડ્રાઇવર ગુલામ ભાઈ કંપની નજીક પહોંચતા જ કંપની ગેટ પાસે ઉભેલા કોન્ટ્રાકટર ના સુપર વાઇઝર દ્વારા તેઓને ટ્રક ન ખાલી કરવા જણાવ્યું હતું સાથે જ નજીક માં ઇકો ગાડીમાં બેસેલ ઈસમોએ પણ કાલ થી અહીંયા ટ્રક આવી તો જોવા જેવી થશે તારા શેઠ ને પણ કહી દેજે હવેથી આશિષ ભાઈ ની ગાડીઓ કંપની માં ચાલશે તેમ જણાવી ધાક ધમકી ઓ આપી હતી,

ટ્રક ડ્રાઇવર ગુલામ ભાઈ તેઓની ટ્રક લઈ પરત વળી ગયા હતા બાદ માં તેઓએ મામલે તેઓના શેઠ ઇમરાન મલેક ને મામલે માહિતગાર કર્યા હતા જે બાદ તેઓ કંપની સત્તાધીશો અને કોન્ટ્રાકટર ને મામલે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આશિષ વસાવા દ્વારા તમારી ટ્રકો બંધ કરવા નું જણાવી તેઓની ટ્રકો થકી રેતી, કપચી નો માલ સામાન્ નાખવાનું જણાવ્યું જેથી અમે તમારી ટ્રકો ચલાવી શક્યે તેમ નથીઃએમ જણાવ્યું હતું,

કંપની માં રૂબરૂ વાતચીત કરવા નીકળેલ ઇમરાન મલેક પોતાની ગાડી લઈ થોડેક આગળ જતા ત્યાં કેટલાક ઈસમો ફોર વીલ ગાડી લઈ ઉભા હતા દરમ્યાન તેઓને રોકી એક ડમ ઉશકેરાઈ જઈ હવેથી અહીંયા ધંધો કરવો નહીં અને અમારી ગાડીઓ ચલાવવાની છે તારી ગાડી આવી તો સળગાવી દઈશું જેવી ધમકીઓ આપી હતી તેમજ જીવલેણ હુમલાનો પ્રયાસ કરતા હેબતાઈ ગયેલ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ધંધો કરવો હોય તો 10 હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકીઓ આપી ગાળા ગાડી કરતા ઇમરાન મલેક જીવ ને જોખમ લાગતા પોતાની ગાડી લઈ ત્યાંથી નીકળી ગયા હતા, તેને દરમ્યાન પણ તેઓની કાર ની પાછળ પાછળ મારક હથિયારો સાથે કેટલાક ઈસમો દોડ્યા હતા,

સમગ્ર મામલે ઇમરાન મલેકે ઝઘડિયા પોલીસ મથકે (1)આશિષ કિશોરભાઈ વસાવા રહે, માલજી પુરા ઝઘડિયા, (2)પિન્ટુ મંગળ ભાઈ વસાવા રહે,ધારોલી ઝઘડિયા (3)અજીત મંગળ ભાઈ વસાવા રહે, ધારોલી ઝઘડિયા (4)હર્ષદ ભાઈ વસાવા રહે કાંટી પાડા નેત્રંગ સહિત ના ઈસમો સામે ગુનો નોંધાવી તેઓની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી હતી

Related posts

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ

Ahmedabad Samay

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો