તલાટીની પરીક્ષા આવતીકાલે હોવાથી તંત્રએ સંપૂર્ણ આયોજન પરીક્ષાને લઈને પૂર્ણ કરી દીધું છે. પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી ઉમેદવારોની કરવામાં આવશે, આ સાથે જ પોલીસ અને ઈન્ટેલિજન્સ દરેક બાબતો પર ચાંપતી નજર રાખશે.
આવતીકાલે તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોની સાથે સરકારની પણ પરીક્ષા છે. કેમ કે, અવાર નવાર ગુજરાતમાં પેપરો ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ વખતે જૂનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ આ પરીક્ષા પણ કોઈ પણ પ્રકારના અવરોધ વિના લેવાય તે હેતુથી તંત્ર સજ્જ બન્યું છે.
ત્યારે પરીક્ષાની તૈયારીઓને લઈને આઈપીએસ હસમુખ પટેલે કહ્યું હતું કે, ઈન્ટેલિજન્સ અને પોલીસ વિભાગની ચાંપતની નજર રહેશે. ગેરરીતી કરનાર પર ચાંપતી નજર રાખવામાં આવશે. તલાટીની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ છે. કોચિંગ ક્લાસીસના સંચાલકો પર પણ નજર રહેશે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવશે. પરીક્ષાને લઈને શિક્ષકોની પણ તાલીમ યોજવામાં આવી છે.
ઓનલાઈન જેમ જેમ બુકિંગ વધશે તેમ તેમ બસો વધારવામાં આવશે
શંકાસ્પદ ઉમેદવારોની તપાસ પણ કરવામાં આવશે. આ પ્રકારના શંકાસ્પદને પરીક્ષા આપવા દેવાશે પરંતુ વર્ગખંડમાઁથી બહાર જતા પહેલા તપાસ કરાશે. પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ઓનલાઈન જેમ જેમ બુકિંગ વધશે તેમ તેમ બસો વધારવામાં આવશે. આ સાથે ડમી ઉમેદવારોને પણ પકડવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. ગેરરીતી સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
9 ટ્રેનો 600થી વધુ બસો મુકાશે
રેલ્વે વિભાગે 9 ટ્રેનો પરીક્ષા માટે ચાલું કરી છે. અત્યાર સુધી 619 બસો પરીક્ષાર્થીઓ માટે મુકવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ સાદી કાંડા ઘડીયાળ લાવી શકે છે. આ સિવાય કોઈ પણ ઈલેક્ટ્રીક વસ્તુ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. પરીક્ષાર્થીઓના બુટ, ચંપલ પણ બહાર રાખવા માટે કહેવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, 4 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે.