સીએમની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટમાં પીવાના પાણીની સમસ્યા, વાયબ્રન્ટ સમિટ, બોર્ડના પરીણામની જાહેરાત તેમજ સરકારના નિતી વિષયક આયોજનોને લઈને ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે દર સપ્તાહમાં બુધવારના રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે બુધવાર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠક સીએમની અધ્યક્ષતામાં મળી છે. જેમાં રાજ્ય સ્તરના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
ચિંતન શિબિર તાજેતરમાં જ યોજવામાં આવી હતી ત્યારે ચિંતન શિબિર બાદ નક્કી કરાયેલા મુદ્દાના અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે. આજે મળનારી કેબિનેટ બેઠકની અંદર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
આ સાથે ધોરણ 10 અને 12ના પરિણામની જાહેરાત અંગે પણ આજે સીએમની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવશે. આ સાથે આગામી 25 મેના રોજ ધોરણ 10નું પરીણામ જાહેર થઈ રહ્યું છે. આગામી સમયમાં ધોરણ 12નું સામાન્ પ્રવાહનું પરીણામ પણ જાહેર કરાશે ત્યારે પરિણામની જાહેરાત અંગે પણ મંથન કરવામાં આવશે.
આ ઉપરાંત આગામી સમયમાં સરકારના આગામી આયોજનો પર પણ ચર્ચા કરવામાં આવશે. અત્યારે ઉનાળાની સ્થિતિ છે ત્યારે રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિને લઈને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.