December 3, 2024
ગુજરાત

કોરોનાની બીજી લહેરમાં હેપ્પી હાઇપોકિસયા’ નો ખતરો, શું હેપ્પી હાઇપોકિસયાના કારણે થઇ રહ્યાં છે મોત?

ઇન્ડોનેશિયાની હોસ્પિટલમાં તાવ અને ઉધરસના લક્ષણ સાથે એક કોરોના દર્દી આવ્યો હતો. દર્દી બિલકુલ સ્વસ્થ હતો અને તે આરામથી ચાલી રહ્યો હતો, લોકો સાથે તે વાતચીત પણ કરી રહ્યો હતો અને મોબાઇલમાં કંઇક જોઇ રહ્યો હતો. સાથે તેનું બ્લડપ્રેશર, પલ્સ અને બોડી ટેમ્પરેચર પણ બિલકુલ સામાન્ય હતું. કુલ મિલાવીને જો વાત કરીએ તો તે દર્દીને કંઇ ખાસ તકલીફ ન હોતી પરંતુ જયારે ડોકટરે ચેક કર્યું તો તેનું ઓકિસજન લેવલ ૭૭ હતું.
સામાન્ય દર્દીનું ઓકિસજન લેવલ આટલું ઓછું જોઇને તો ડોકટર પણ ગભરાઇ ગયા હતાં. દર્દીની આવી સ્થિતિને ‘હેપ્પી-હાઇપોકિસયા’કહે છે. કોરોનાના દર્દીમાં હેપ્પી-હાઇપોકિસયાનો આ પ્રથમ કેસ હતો. જેમાં દર્દીને ખુદ ખ્યાલ ન હોતો કે, તેનું ઓકિસજન લેવલ ઓછું થઇ ગયું છે.

હેપ્પી-હાઇપોકિસયામાં દર્દીમાં કોઇ જ લક્ષણ નથી દેખાતા અને અચાનક જ ઓકિસજનનું લેવલ ઓછું થઇ જાય છે. ભારતમાં હેપ્પી-હાઇપોકિસયાનો આ પ્રથમ કેસ ગયા વર્ષે જુલાઇ મહીનામાં આવ્યો હતો પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ પ્રકારના કેસ અચાનક જ વધી ગયા છે.

હેપ્પી-હાઇપોકિસયામાં ઓકિસજનનું લેવલ સામાન્યથી ઓછું થવા લાગે છે. એક હેલ્ધી વ્યકિતનું ઓકિસજન સામાન્ય રીતે ૯૪ ટકાથી ઉપર રહે છે. ઓકિસમીટરના આધારે આને સરળતાથી માપી શકાય છે. ઓકિસજનનું ઓછું લેવલ થવાની અસર હૃદય, ફેફસાં, મગજ અને કિડની સહિત અન્ય અંગો પર પણ પડવા લાગે છે.

              શું હોય છે હેપ્પી-હાઇપોકિસયા?
હેપ્પી-હાઇપોકિસયા ત્યારે થાય છે કે, જયારે ફેફસાંની ઓકિસજન લેવાની તેમજ તેને નસોના આધારે શરીરના અન્ય અંગોમાં મોકલવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. તે ત્યારે પણ થઇ શકે છે કે જયારે કેટલાંક બ્લોકેજના કારણે રકતવાહિનીઓ શરીરમાં સંપૂર્ણ રીતે લોહી નથી પહોંચાડી શકતી.

કોરોના વાયરસ મુખ્ય રૂપે ફેફસાં, લોહીની નસો અને શ્વસન પ્રણાલી પર અસર કરે છે. સંક્રમણના કારણે ફેફસાં બરાબર કામ નથી કરી શકતા અને તેના કારણે રકતવાહિનીઓમાં સોજા આવી જાય છે. નસોમાં સોજાના કારણે ગઠ્ઠાં થઇ જાય છે અને બ્લડ ફ્લોમાં અડચણ આવી જાય છે. તેના કારણે માથાનો દુઃખાવો અને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાય છે.

જો કે કોરોનાના દર્દીઓમાં હેપ્પી-હાઇપોકિસયાના શરૂઆતના લક્ષણો નથી દેખાતા અને તે ખૂબ જ આગળ જઇને તેના વિશે ખ્યાલ આવે છે. ડોકટર્સ કોરોનાના દર્દીઓમાં આ સ્થિતિને ખૂબ જ ગંભીર માની રહ્યાં છે. બિહારમાં ભાગલપુરના જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર ડોકટર રાજકમલ ચૌધરી કહે છે, હોસ્પિટલમાં ભરતી થનારા કોવિડ-૧૯ દર્દીઓમાંથી ૩૦ ટકા લોકોમાં હેપ્પી-હાઇપોકિસયા હોય છે.

                કેવી રીતે ઓળખી શકશો?
આવી સ્થિતિમાં, ઓકિસજન લેવલની તપાસ કરવામાં મદદ મળી શકે છે. ડોકટરો કોવિડ-૧૯ દર્દીઓને ઓકિસમીટર દ્વારા નિયમિતપણે તેમના ઓકિસજનનું સ્તર તપાસવા માટે સલાહ આપી રહ્યાં છે. જો તે ૯૦% ની નીચે આવે તો તેમાં તુરંત જ ઓકિસજનની જરૂર પડે છે. ઓકિસજનના અભાવને કારણે, તેની અસર બાકીના અવયવો પર પણ પડવા લાગે છે.

                             શું કરવું?
જો તમારૃં ઓકિસજન લેવલ ૯૪% કરતા ઓછું હોય તો તુરંત જ ડોકટરનો સંપર્ક કરો. હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને તાત્કાલિક રાહત માટે ડોકટર પ્રોનિંગ કરવાની સલાહ આપી શકે છે. જો ઓકિસજનનું સ્તર ૯૦% કરતા ઓછું હોય, તો દર્દીને વેન્ટિલેટર સપોર્ટની જરૂર હોય છે અને દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવે છે.

Related posts

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ

Ahmedabad Samay

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો