પતિ કરતા વધુ કમાય તો પત્નીને ભરણપોષણ ન મળી શકે : કોર્ટ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાનો કેસ મુંબઈની એક સેશન્સ કોર્ટે પતિ- કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, પત્નીના અલગ થયા બાદ ભરણપોષણના દાવાને લઈને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મહિલાને વચગાળાનું ભરણપોષણ આપવાના મામલે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ટ્રાયલ કોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલા તેના પૂર્વ પતિ કરતા વધુ કમાય છે, તેથી તેને ભરણપોષણ મળશે નહીં. ટ્રાયલ કોર્ટના આદેશ બાદ મહિલાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે પણ આ આદેશને યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે મહિલાની આવક તેના પૂર્વ પતિ કરતા ચાર લાખ રૂપિયા વધુ છે. આ મામલે સુનાવણી કરતા જસ્ટીસ સીવી પાટિલે જણાવ્યું કે, આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે જે નિર્ણય કર્યો છે તે પરિસ્થિતિઓને જોતા બરાબર છે, કોર્ટે કહ્યું કે, મહિલાની ઈનકમ તેના પૂર્વ પતિ કરતા ૪ લાખ રૂપિયા વધારે છે. ઉલ્લેખનીય છે કે, મહિલાએ વર્ષ ૨૦૨૧માં પતિ અને બાળકના જન્મ બાદ તેને બળજબરીથી પિયર મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે પતિને માસિક ૧૦૦00 રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો, જેથી બાળકનો ઉછેર થઈ શકે.મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તે તેના પતિ સાથે રહેતી હતી. તેણે એમ પણ કહ્યું કે તેના પતિની જાતીય તકલીફ માટે સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ તેણે તે જાહેર કર્યું નથી. જ્યારે તેના પતિ અને સંબંધીઓને તેણીની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ, ત્યારે તેઓએ તેના ચારિત્ર્ય પર શંકા કરી હતી. ટ્રાયલ કોર્ટના આદેશ બાદ મહિલાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે એ વાત સાચી છે કે કમાણી કરનાર મહિલાને પણ ભરણપોષણ મળવું જોઈએ, પરંતુ આ કેસમાં સંજોગોને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે.