July 14, 2024
ગુજરાત

ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દ્વિતીય ક્રમે: સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય સ્થાને

પર્યાવરણ જતનના ઉદ્દેશ્ય સાથે અને ‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ તથા ‘ગો ગ્રીન’ના મંત્ર થકી બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.  તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનને પરિણામે આજે ગુજરાતને સફળતા મળી છે. સુદ્રઢ આયોજનના પરિણામે ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દેશભરમાં દ્વિતીય ક્રમે છે. એટલું જ નહીં, સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે, જે ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે.

આગામી તા.૫મી જૂન વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે નાગરિકોમા પર્યાવરણના જતન માટે જનજાગૃતિ કેળવાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયવ્યાપી આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જેડા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દ્વીતીય ક્રમે છે. ગુજરાતનો ૧૬૦૦ કિ. મિ. લાંબો દરિયાકિનારો પવનશક્તિનો ઉપયોગ કરી વીજ ઉત્પાદન કરવા માટે આશિર્વાદરૂપ સમાન છે. ગુજરાતના મોટા મેદાનો અને સાધારણ જટિલ ભૂપ્રદેશ પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા સાનુકુળ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં અત્યાર સુધીમાં પવન ઊર્જાના મોટા પ્રોજેક્ટો સ્થાપવા માટે ૫૬ સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યના આંતરીક વિસ્તારોમાં પણ, પવન ગતિની સંભાવનાનો અભ્યાસ કરતાં પવન ઉર્જા પ્રોજેક્ટના સ્થાપન માટે ખૂબ સારા પરિણામો મળ્યા છે.

MNRE, New Delhi દ્વારા જાહેર કરેલ માપણી મુજબ ગુજરાતમાં પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે આશરે કુલ ૧૪૨.૫૬ ગી.વો. (૧,૪૨,૫૬૦ મેવો.) ના પ્રોજેક્ટોની શક્યતાઓ છે. જે દેશમાં સૌથી વધુ છે. ગુજરાત દ્વારા વર્ષ ૧૯૯૩-૯૪ માં દેશની સૌ પ્રથમ પવન ઊર્જા નીતિ જાહેર કરવામાં આવી હતી જેની સફળતાના પરિણામે રાજય સરકારે પાંચ પવન ઊર્જા નીતિઓ જાહેર કરી છે અને હાલ પાંચમી પવન ઊર્જા નીતિ એટલે કે ગુજરાત વિન્ડ પાવર પોલિસી – ૨૦૧૬ અમલમાં છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં ૩૦ એપ્રિલ ૨૦૨૩ ની સ્થિતિએ સ્થાપિત પવન ઊર્જા પ્રોજેક્ટ્સની ક્ષમતા ૯૯૧૦.૦૭ મેગાવોટ છે જે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે. રાજ્યના દરિયા કિનારાથી સમુદ્રની અંદર (Off Shore Wind Farm) સ્થાપવાની ક્ષમતા આશરે ૩૨ થી ૩૫ ગી.વો. એટલે કે ૩૨૦૦૦ થી ૩૫૦૦૦ મેવો.છે. સમગ્ર ભારતમાં ૩૧ માર્ચ-૨૦૨૩ ની સ્થિતિએ ૪૨૬૩૩.૧૩ મે. વો. ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જે પૈકી ૯૭૯૯.૧૬ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું યોગદાન ૨૩ ટકા સાથે બીજા સ્થાને છે.

ગુજરાત ભૌગોલિક રીતે કર્કવ્રુત ઉપર હોવાથી સૌર ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે રાજયમાં વિપુલ તકો રહેલી છે. જેને ધ્યાને લઈને ગુજરાતે વર્ષ ૨૦૦૯-૧૦ માં દેશની સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ જાહેર કરી હતી. અને હાલ રાજયમાં ત્રીજી સૌર ઊર્જા નીતિ એટલે કે ગુજરાત સોલાર પાવર પોલિસી – ૨૦૨૧ અમલમાં છે. રાજ્યમાં ૩૦ એપ્રિલ ૨૦૨૩ ની સ્થિતિએ સોલાર રૂફટોપ સિસ્ટમ અને જમીન ઉપર સ્થાપિત સોલાર પ્રોજેક્ટમાં ૯૪૫૫.૭૧ મેગાવોટ સાથે સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ક્ષમતા સાથે દેશમાં દ્વિતિય સ્થાને છે. સમગ્ર ભારતમાં ૩૧ માર્ચ- ૨૦૨૩ ની સ્થિતિએ ૬૬૭૮૦.૩૬ મે. વો. ક્ષમતાના સૌર પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જે પૈકી ૯૩૨૦.૫૮ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું યોગદાન ૧૪ ટકા સાથે દ્વિતિય સ્થાને છે.

ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવેલ સિધ્ધીઓ ની વિગતો:-

રાજયમાં બિન પરંપરાગત ઉર્જા અતર્ગત વિન્ડ પાવર પ્રોજેક્ટ ક્ષેત્રે ૯૯૧૦.૦૭ મે.વોટ ક્ષમતા, સોલાર પાવર પ્રોજેક્ટ અતર્ગત જમીન ઉપર સ્થાપિત ક્ષમતામાં ૬૯૦૨.૦૩ મેગાવોટ અને રહેણાંક ઉપર સ્થાપિત સોલાર રૂફ ટૉપ ૧૮૦૨.૯૧ મેગાવોટ, બિનરહેણાંકીય સોલાર રૂફ ટૉપ ક્ષેત્રે ૭૫૦.૭૭ મેગાવોટ મળી કુલ ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. એ જ રીતે, વિન્ડ સોલાર હાઈબ્રીડમાં ૪૧૦.૨૩ મેગાવોટ, બાયો માસ ક્ષેત્રે ૮૧.૫૫ મેગાવોટ, સ્મોલ હાયડ્રો પાવર ક્ષેત્રે ૮૨.૧૫ મેગાવોટ, વેસ્ટ ટુ એનર્જી ક્ષેત્રે ૭.૫૦ મેગાવોટ મળી કુલ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૧૯૯૪૭.૨૧ મેગાવોટ ક્ષમતા રાજયમાં ઉપલબ્ધ છે.

રાજ્યની રિન્યુએબલ એનર્જી હેઠળ પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા ૩૧-૦૩-૨૦૨૩ની સ્થિતિએ સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા ૧,૨૫,૧૫૯.૮૩ મે. વો.ની સાપેક્ષે ગુજરાત ૧૫.૪% સાથે ૧૯૨૯૦.૯૪ મે.વો.સ્થાપિત ક્ષમતા છે.

રાજયમાં રિન્યુએબલ પાવરના વિવિધ સ્રોતમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ, સોલાર પાવર પ્રોજેક્ટ્સ,નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ,બાયોમાસ પ્રોજેક્ટ્સ હેઠળ કુલ

૧૯૨૯૦.૯ મેગાવોટ ક્ષમતાના પ્રોજેકટસ સ્થાપીને ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૫૦.૮ ટકા, સોલાર પાવર પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૪૮.૩ ટકા, નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૦.૪ ટકા અને બાયોમાસ પ્રોજેક્ટ્સ ક્ષેત્રે ૦.૫ ટકા કામગીરી કરવામાં આવી છે.

રાજયમાં બિન પરંપરાગત અને પરંપરાગત ઉર્જાના પાવર સ્ત્રોત અંતર્ગત કુલ સ્થાપિત ક્ષમતા ૪૫૯૧૨ મેગાવોટ સાથે ૧૦૦ ટકા સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાતનો દેશમાં ૧૧ ટકા હિસ્સો છે. જેમાં બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ૪૨ ટકા અને પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ૫૮ ટકા હિસ્સો છે.

Related posts

સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

PSI અને LRDની તા.૦૩ અને તા.૦૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી

Ahmedabad Samay

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

Ahmedabad Samay

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો