June 13, 2024
રાજકારણ

અમદાવાદ – લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તમામ મોરચાને સક્રીય કરી તેજ કરી તૈયારીઓ, આજે મોરચાની સંયુક્ત બેઠક

અમદાવાદમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ તેજ બની છે. આજે વિવિધ મોરચાની સંયુક્ત બેઠકનું આયોજન  ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે તેમજ મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

અમદાવાદ બોડકદેવ ખાતે પંડિત દિનદયાળ હોલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા મોરચા, મહિલા મોરચા સહિતના વિવિધ વિભાગોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સંયુક્ત કારોબારી બેઠકની અંદર મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને કેન્દ્ર સરકારના કામોને તેમની યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવશે. આ સંયુક્ત બેઠકની અંદર ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે તેમજ મહામંત્રી રત્નાકર હાજર રહેશે. જેમની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા જે રીતે દેશભરમાં લોકસભાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે તેવી જ રીતે રાજ્ય લેવલે સંગઠનને મહત્વની કામગિરી સોંપવામાં આવી રહી છે. કેટલાક ગુજરાતના દિગ્ગજ નેતાઓને પણ આ જવાબદારી સોંપવામાં આવી રહી છે. નિતીન પટેલને ઉત્તર પ્રદેશની તો રુપાણીને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી છે, આ સાથે સરકાર અને સંગઠન સાથે મળીને લોકસભામાં મોટી જીતના પ્રયત્નો કરશે. જે માટે વિવિધ કાર્યક્રમો આગામી સમયમાં સીઆર પાટીલ અને સીએમની આગેવાનીમાં યોજવામાં આવશે.

Related posts

ફ્રૂટ યાર્ડ તરીકે જાણીતા વંથલી યાડૅમાં કોંગ્રેસ શાસન ગુમાવે તેવી શક્યતા

Ahmedabad Samay

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય.મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો