ઈલોન મસ્ક (Elon Musk) એ લગભગ 6 મહિના પહેલા ટ્વિટર (Twitter) ખરીદ્યું હતું. તેમણે કંપની ખરીદવા માટે 44 બિલિયન ડોલર ચૂકવ્યા હતા. એવું લાગતું હતું કે, ઈલોન મસ્કના નેતૃત્વમાં ટ્વિટરને નવી ઊંચાઈ મળશે, પરંતુ એવું થયું નહીં. 44 બિલિયન ડોલરમાં ખરીદેલી કંપની હવે માત્ર 15 બિલિયન ડોલરની રહી ગઈ છે. આજના વેલ્યુએશન પ્રમાણે કંપનીનો આ જ ભાવ છે. કંપનીનું ડૂબતું જહાજ જોઈને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક સમજી ગયા કે તેણે પોતાનો સમય અહીં ન પસાર કરવો જોઈએ. આવી સ્થિતિમાં, તેણે તેની જૂની મિત્ર લિન્ડા યાકારિનો (linda Yaccarino) ને પસંદ કરી અને તેને કંપનીના સૌથી મોટા સિંહાસન પર બેસાડ્યો છે. જો કે આ જાહેરાત પહેલા કરવામાં આવી ચૂકી છે, પરંતુ આજથી સત્તાવાર રીતે લિન્ડા યાકારિનો ટ્વિટરની સીઈઓ બની ગઈ છે.
હવે જોવાનું એ રહેશે કે લિન્ડા ડૂબતી કંપનીને બચાવી શકશે કે પછી લોકો તેને નવી નીચી સપાટીએ જોશે. જો કે, લિન્ડાના અનુભવ પર નજર કરીએ તો ખબર પડે છે કે, તેણે ઘણી કંપનીઓમાં કમાલ કર્યો છે. ટ્વિટરની કમાણી સતત ઘટી રહી છે અને જાહેરાતોથી થતી આવકમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા સાત મહિનામાં કંપનીની કમાણી 50 ટકા ઘટી છે. હવે જોવાનું એ રહેશે કે NBC યુનિવર્સલમાં લિન્ડાએ જે કમાલ કર્યો હતો, તેને ટ્વિટરમાં રિપીટ કરી શકે છે કે નહીં. ટ્વિટરને મંદીમાંથી બહાર કાઢવા માટે લિન્ડાએ એનબીસી યુનિવર્સલના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ જો બેનારોચના ટ્વિટર સીઈઓનું કાર્યભાળ સંભાળતા પહેલા જ પોતાના પક્ષમાં કરી લીધા છે. બેનોરોચને લિંડાની વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે.
ગયા મહિને નવા સીઈઓ વિશે માહિતી આપતા, ટ્વિટરના માલિક ઈલોન મસ્કે ટ્વિટર પર લખ્યું હતું કે, હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છું! લિન્ડા મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન પર ફોકસ કરશે, જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
અદ્ભૂત રહી છે લિંડાની કારકિર્દી
લિન્ડા NBC યુનિવર્સલ મીડિયા એલએલસીમાં ગ્લોબલ એડવર્ટાઇઝિંગ એન્ડ પાર્ટનરશિપના ચેરમેન હતા. 2011માં કંપની સાથે જોડાયા હતા. NBC યુનિવર્સલ મીડિયાને નવી ઊંચાઈ આપવામાં લિન્ડાનો મોટો હાથ છે. તેણે કંપની માટે એક પ્લેટફોર્મ બનાવ્યું હતું. એક પ્લેટફોર્મે પ્રીમિયમ વિડિયો ઈકોસિસ્ટમ બદલી નાખી. આ પ્લેટફોર્મ જાહેરાતકર્તાઓને તમામ સ્ક્રીન અને ફોર્મેટમાં ઓડિયન્સ સુધી પહોંચવામાં મદદ કરે છે. લિન્ડાએ એપલ, ગૂગલ જેવી બ્રાન્ડ્સ સાથે એનબીસી યુનિવર્સલની કોમર્શિયલ પાર્ટનરશિપમાં યોગદાન આપ્યું છે. ફોર્ચ્યુન અને ફોર્બ્સ જેવા પબ્લિકેશનોએ તેણીને પ્રભાવશાળી અને શક્તિશાળી મહિલા તરીકે પસંદ કરી છે.
એડ સેલ્સમાં મહારથ
લિન્ડા યાસારિનો પેન સ્ટેટ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે એડવર્ટાઇઝિંગની અસરોને માપવા માટે શ્રેષ્ઠ વિકલ્પો શોધવાની કળામાં નિપુણતા મેળવી છે. તેને એડ સેલ્સમાં પણ કુશળ માનવામાં આવે છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, યાસારિનો અને તેની ટીમે અત્યાર સુધીમાં એડ સેલ્સમાંથી 100 બિલિયન ડોલરથી વધુની આવક મેળવી છે. સાથે જ તે ગ્લોબલ, નેશનલ અને લોકલ એડ સેલ્સ , પાર્ટનરશિપ, એડ ટેક ડેટા મેઝરમેન્ટ અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્સમાં પણ પારંગત છે.