August 7, 2026
ગુજરાત

પોલીસ બેડામાં શોકનો માહોલ, રેન્જ આઇ.જી કેસરસિંહ ભાટીનું અવસાન

રાજયના સીનીયર કક્ષાના આઇપીએસ અને અમદાવાદના રેન્જ વડા આઇજીપી કેશરીસિંહ ભાટીનું આજરોજ હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ નિધન થયાના સમાચારથી ઉચ્ચ અધિકારી અને પોલીસ તંત્રમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

ગઇકાલે તેઓને પેટમાં દુઃખાવો થતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એ દરમિયાન આજે સારવાર દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો (એટેક) આવતા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

 

રાજયમાં વિવિધ સ્થાનો પર ફરજ બજાવવા સાથે છેલ્લે વડોદરામાં તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સહયોગી તરીકે તેઓની સાથે રહી અનેક પડકારજનક તેમજ ગંભીર ગુન્હાઓનો ભેદ ઉકેલી ભારે પ્રસંશા મેળવી હતી.

સ્વ. કેશરીસિંહ ભાટીના ભાઇ, સિદ્ધરાજસિંહ ભાટી પણ આઇપીએસ અધિકારી હતા અને છેલ્લે સુરતમાં યશસ્વી કામગીરી બાદ નિવૃત થયા હતા.

Related posts

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

Ahmedabad Samay

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

રસ્તા રોકો આંદોલન,મહા આંદોલન, શહેરમાં ઠેર ઠેર રસ્તા રોકો મહા આંદોલન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને સરકાર હાથપર હાથધરી આંદોલનની મજા માણી રહી છે.

Ahmedabad Samay

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો