અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવશે. આ બ્રિજ જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે. એક વર્ષથી આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં નહોંતું આવ્યું. આ જોખમી શાસ્ત્રી બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીની સત્તા હેઠળ આવે છે. વિશાલા બ્રિજની જર્જરીત સ્થિતિ સામે આવી હતી માટે આ બ્રિજમાં પણ યોગ્ય સમારકામ વહેલી તકે થાય તે માટે આ રકમ ફાળવાશે.
અમદાવાદના વિશાલા બ્રિજની હાલત જર્જરીત જોવા મળી હતી. 10 મીટરની રેલિંગનો ભાગ બ્રિજનો તૂટી ચૂક્યો છે. આ બ્રિજ પર પણ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તો નવાઈ નહીં. માટે આ બ્રિજની સ્થિતિ જોઈને તંત્રએ બ્રિજનું રીપેરીંગ કરવાનું નક્કી કર્યું છે. બ્રિજ પરની આ સ્થિતિને જોતા અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ કામગિરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
વિશાલા બ્રિજ પર મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે બ્રિજ પરના કોંક્રિટના બાંધકામોમાં મોટા ગાબડા પડી ગયા છે. અગાઉ સામાન્ય મરામત થઈ હતી પરંતુ બ્રિજના બ્લોકમાં ખાડા પડી જવા જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ છે. વિશાલા બ્રિજનો રેલિંગનો ભાગ પણ તૂટી ગયો છે. માટે હવે આ બ્રિજનું સમારકામ કરવાનું નક્કી કરાયું છે. જર્જરીત થતા તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખી 5.50 કરોજના ખર્ચે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે.