વરસાદની ઋતુમાં દરેક વ્યક્તિએ પોતાની ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. આ ઋતુમાં ક્યારેક વરસાદને કારણે ઠંડક થઈ જાય છે તો ક્યારેક વધારે ભેજને કારણે શરીરમાં ખૂબ પરસેવો થાય છે. આવી સ્થિતિમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ દેખાવા લાગે છે. લોકો વરસાદની સિઝનમાં પાર્લર જવાને બદલે ઘરે જ કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિશે એક સરળ ઘરેલું નુસખા જણાવવા જઈ રહ્યા છીએ.
દરેકના ઘરમાં દૂધ તો આવે જ છે. ઘણી વખત ગરમીના કારણે દૂધ ફાટી જાય છે, જેને લોકો ફેંકી દે છે. શું તમે જાણો છો કે આ ફાટેલા દૂધની મદદથી તમે ચમકતી ત્વચા મેળવી શકો છો. તમને ફાટી ગયેલા દૂધમાંથી ફેસ સીરમ કેવી રીતે બનાવવું તે શીખવીશું, જેથી આ ફાટી ગયેલા દૂધને નકામા થવાથી બચાવી શકાય અને તમારો ચહેરો પણ ચમકવા લાગશે.
ફેસ સીરમ બનાવવા માટે જરૂરી છે આ વસ્તુઓ
એક કપ કાચું દૂધ
અડધુ લીંબુ
એક ચપટી હળદર
1 ચમચી ગ્લિસરીન
ચપટી મીઠું
આ રીતે ફેસ સીરમ બનાવો
આ ફેસ સીરમ બનાવવા માટે સૌથી પહેલા દૂધને ગેસ પર મૂકો અને બરાબર ઉકળવા દો. ઉકળતા દૂધમાં લીંબુનો રસ ઉમેરો અને તેને ચમચી વડે મિક્સ કરો. આ પછી, ચાળણીની મદદથી, ફાટેલા દૂધને બરાબર ગાળી લો. ફિલ્ટર કરેલા પાણીમાં ગ્લિસરીન, હળદર અને ચપટી મીઠું ઉમેરો. તમારું ફેસ સીરમ તૈયાર છે. તેને એક બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો.
આ રીતે ઉપયોગ કરો
જો તમે આ ફેસ સીરમનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારો ચહેરો સાફ કરો. હવે હથેળીમાં અડધી ચમચી સીરમ લો અને તેને ચહેરા અને ગરદન પર બરાબર લગાવો. તમારા ચહેરાને હળવા હાથથી મસાજ કરો. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તમારે માલિશ કરવી પડશે. જો તમે ઇચ્છો તો તેને રાત્રે સૂતા પહેલા પણ લગાવી શકો છો. રાત્રે સૂતા પહેલા તેને ચહેરા પર હળવા હાથે લગાવો અને સવારે ઉઠ્યા બાદ ચહેરો સારી રીતે ધોઈ લો.
ફાયદા
આ સીરમ લગાવવાથી ત્વચાની ડેડ સ્કિન નીકળી જાય છે. આ સાથે તે તમારા ચહેરાને ચમકદાર બનાવવાનું પણ કામ કરે છે. આ સીરમનો ઉપયોગ કરવાથી ચહેરા પર ભેજ જાળવી શકાય છે.