રાજ્યમાં વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળી શકે છે. આથી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. આથી ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન રાજ્યનાં તમામ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. વિભાગે જણાવ્યું કે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. માહિતી મુજબ, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 92% વરસાદ વરસ્યો છે.
207 જળાશયોમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ
અહેવાલ અનુસાર, રાજ્યના 207 જળાશયોમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 73.49 ટકા જળસંગ્રહ નોંધાયો છે. 89 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઈ છે. જ્યારે રાજ્યના 89 જળાશય હાલ હાઈએલર્ટ પર છે. ઝોન વાઇસ વાત કરીએ તો ઉ.ગુજરાતના 15 જળાશયોમાં 69.82 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.63 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.73 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ નોંધાયો છે.