September 13, 2024
તાજા સમાચાર

પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

મીરારોડ- સામાન્ય રીતે  ધારાસભ્ય પોતાનો જન્મદિવસ સમર્થકો સાથે તેમજ  મતવિસ્તારના લોકો સાથે મોટાપાયે ઉજવતા હોય છે.  ત્યારે મુંબઈ નજીક આવેલા મીરારોડ- ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા જૈને  લોક સેવા સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે.

ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા જૈને પોતાના જન્મદિવસ પર મ્યુનિસિપલ હેડક્વાર્ટરના શૌચાલયની સફાઈ કરી હતી. વાત એમ છે કે મીરારોડ અને ભાયંદર વિસ્તારમાં 50થી વધુ સાર્વજનિક શૌચાલયો છે.  પરંતુ લોકોની એવી સતત ફરિયાદ રહેતી હોય છે કે આ શૌચાલયોમાં વધુ સફાઈની આવશ્યકતા છે.  લોકોની આ માંગણીને ધારાસભ્ય દ્વારા અનેક વખત પ્રશાસન સુધી પહોંચાડવામાં આવી છે.  જોકે, લોકોનો પ્રશ્ન પૂરી રીતે હલ થયો નથી. આ પરિસ્થિતિમાં ધારાસભ્ય ગીતા જૈને પોતાના જન્મદિવસને નિમિત્ત બનાવીને  જાતે શૌચાલય સાફ કરવાનું કામ કર્યું.

આ પ્રસંગે હાજર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ‘સ્વચ્છ સૌચાલય એ નાગરિકોનો અધિકાર છે.  અનેક વખત પ્રશાસન તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ લોકોની ફરિયાદ છે કે શૌચાલય કાયમ ગંદા હોય છે. શૌચાલય ની સ્વચ્છતાએ લોકોનો અધિકાર છે. ખાસ કરીને સાર્વજનિક સ્થાનો પર મહિલાઓને અનેક વખત તકલીફનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતીમાં મારા જન્મ દિવસને નિમિત્ત બનાવીને મેં જાતે શૌચૈલયની સફાઈ કરી છે’.

ઉલ્લેખનીય છે કે મીરારોડ અને ભાયંદરમાં શૌચાલય સંબંધેની લોકોની સમસ્યા હલ કરવા આવનાર દિવસોમાં અનેક શૌચાલય બનવાના છે. ત્યારે મહિલા ધારાસભ્ય દ્વારા શૌચાલયની સફાઈ એ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યું છે.

Related posts

અંડર-૧૯ વર્લ્ડ કપમાં નેપાળને ૧૩૨ રને હરાવીને ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

Ahmedabad Samay

વડોદરા – ગણેશ ચતૂર્થી નિમિત્તે વડોદરા પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

Ahmedabad Samay

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

અરબી સમુદ્રમાં વાવઝોડું, ચોમાસામાં ગુજરાતમાં તેની અસર થતા મોડો પડી શકે છે વરસાદ

Ahmedabad Samay

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ કોમ્પલેક્ષમાં સફાઇ કરતી યુવતીની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો