November 17, 2025
તાજા સમાચારદેશ

સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ આજે થશે રિલીઝ

અયોધ્યા ધામના શ્રી રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરોથી લઈને ઘરના દરવાજા સુધી દરેક જગ્યાએ દિવાળી જેવો માહોલ છે, રામ લાલાના સ્વાગત માટે દીવા પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ ભવ્ય સમારોહ માટે હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામાયણ ટીવી સિરિયલના અરુણ ગોવિલ, જેણે સ્ક્રીન પર ભગવાન રામની ભૂમિકા ભજવી હતી, તેને પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી પણ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં હવે રામાયણના રામ, સીતા અને લક્ષ્મણ તેમના ચાહકો માટે એક ખાસ ભેટ લઈને આવ્યા છે.

આ વિશે માહિતી શેર કરતાં અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમને કહ્યું કે, ‘ચાલો આપણે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણનું અયોધ્યામાં સ્વાગત કરીએ. સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ રિલીઝ થવાનું છે. આ ગીત ૨૨ જાન્યુઆરીએ રિલીઝ થશે, જેમાં અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા જોવા મળશે.’

અરુણ ગોવિલ, સુનીલ લહેરી અને દીપિકા ચિખલિયા સિવાય બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, આશા ભોંસલે સહિત ઘણા કલાકારો સામેલ થશે

Related posts

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨:૦૦ વાગ્યા બાદ દેશભરમાં આરટીજીએસ સવલત ૨૪ કલાક મળતી થઈ જશે

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો