ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતીય ટીમ ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બની હતી. દીપ્તિ શર્મા આ જીતની સ્ટાર બની હતી, તેણે બેટથી 58 રન બનાવ્યા અને પછી બોલથી પાંચ વિકેટ લીધી.
આ મેચમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. જવાબમાં, દક્ષિણ આફ્રિકા 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી દીપ્તિ શર્માએ 39 રનમાં પાંચ વિકેટ લીધી. બેટથી પણ શાનદાર પ્રદર્શન કરનાર શેફાલી વર્માએ બે વિકેટ લીધી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. દીપ્તિ શર્મા વિજયની સ્ટાર રહી, તેણે 58 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી. ભારતના 298 રનના લક્ષ્યાંકના જવાબમાં, દક્ષિણ આફ્રિકા 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
દક્ષિણ આફ્રિકાને છેલ્લા પાંચ ઓવરમાં ફક્ત 53 રનની જરૂર છે. નાદીન ડી ક્લાર્ક એક છેડે પકડી રહી છે અને ઝડપથી રન બનાવી રહી છે. તે 18 રન પર બેટિંગ કરી રહી છે. દક્ષિણ આફ્રિકાએ 45મી ઓવરના છેલ્લા બોલ પર તેમની નવમી વિકેટ ગુમાવી જ્યારે ખાખા રન આઉટ થઈ ગઈ. આ વિકેટમાં પણ દીપ્તિની પ્રતિભા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપ ફાઈનલ મુકાબલામાં આમને-સામને છે. આ મહામુકાબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. પહેલા બેટિંગ કરતા ભારતે શેફાલી અને દીપ્તિની ફિફ્ટીના દમ પર સાઉથ આફ્રિકાની સામે 299 રનનો ટાર્ગેટ રાખ્યો છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બંને ટીમો વગર કોઈ ફેરફારે મેદાનમાં ઉતરી છે.
મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ આજે એક નવી ટીમ ચેમ્પિયન બનશે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોં
