ગત રોજ અસલાલી સર્કલ પાસે આવેલ ભવાની પાર્કીંગ ૦૩ માં એક શંકાસ્પદ ગાડીમાં પશુનુ માસ કોથળા ભરી બીજી ટ્રકમાં ચડાવે છે જે ગૌ-માસ હોવાની શક્યતા છે તેવી હકિકત મળતા બજરંગ દળના કાર્યકરો ડો. કિરણભાઇ પટેલ તથા આદિત્યભાઇ દવે તથા મહેદ્રભાઇ રાજપુત તથા સરોજકુમાર શુક્લા તેમજ અન્ય કાર્યકરો સીધા આ ભવાની પાર્કીંગ પાસે પોહચી ગયેલા અને ત્યા એક બોલેરો પીકપ માંથી ત્રણ વ્યક્તિઓ ટ્રકમાં માંસ ભરતા હતા
જેથી તેઓને પુપરછ કરતા ગોળ-ગોળ બોલતા કાર્યકરોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ટેલીફોનથી જાણ કરી હતી, પોલીસને જાણ થતાં અસલાલી પો.સ્ટે ના રાજદ્રભાઇ તથા અન્ય કર્મચારીઓ રાત્રીના સુમારે આવી પોહચ્યા હતા તેઓને આ બનાવ હકિકત જણાવી હાજર ત્રણ ઇસમો તથા વાહનોને કબબ્જે લીધેલ છે અને વધુ કાર્યવાહી હાથધરેલ છે.